શોધખોળ કરો

અમેરિકા-યૂરોપીય દેશોએ રશિયાને બહાર કર્યુ તે 'SWIFT' ગ્લૉબલ પેમેન્ટ સિસ્ટમ શું છે, રશિયા કઇ રીતે પડશે નબળુ, જાણો વિગતે

યૂકે (UK) ના પ્રધાનમંત્રી બૉરિસ જોનસને (Boris Johnson) ટ્વીટ કરીને રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરવાની જાણકારી આપી છે

Russia Ukraine War: રશિયા (Russia)ના યૂક્રેન (Ukraine) પરના હુમલાની વચ્ચે (US) અને યૂરોપીય દેશો (European countries)એ રશિયા પર મોટી એક્શન લીધી છે. રશિયાની મુખ્ય બેન્કોની પેમેન્ટ સિસ્ટમ (Swift)માંથી બહાર કરવાનો છે. આનાથી રશિયાની ફાઇનાન્સિયલ સિસ્ટમને મોટો ઝટકો લાગ્યો છે, અને તેને આર્થિક નુકશાન ઉઠાવવુ પડી શકે છે. જોકે રશિયા પર આર્થિક રોક લગાવવાથી અમેરિકા અને યૂરોપીય દેશોને પણ નુકશાનનો સામનો કરવો પડશે, કેમે કે તમામ આ દેશોની મોટી કંપનીઓ પોતાનો સામાન રશિયામાં નિકાસ કરે છે. સ્વિફ્ટ સિસ્ટમથી જો રશિયા બહાર થયુ તો તમામ મોટી કંપનીઓનુ પેમેન્ટ પણ રોકાઇ જશે.  

શું છે સ્વિફ્ટ - 
સ્વિફ્ટ એક વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ ( Global Payment System) છે. આનુ આખુ નામ ધ સોસાયટી ફૉર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેન્ક ફાઇનાન્શિયલ ટેલિકૉમ્યૂનિકેશન (The Society for Worldwide Interbank Financial Telecommunication) છે. આ એક રીતની ફાઇનાન્સિયલ મેસેજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દુનિયાભરની બેન્કોને એકબીજા સાથે જોડવાનુ કામ કરે છે. 

દુનિયાના 200 દેશો અને 11 હજાર નાણાંકીય સંસ્થાઓ આ ગ્લૉબલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા છે, જેને સ્વિફ્ટ મારફતે ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનના ઇન્સ્ટ્રક્શન મળે છે. આ સિસ્ટમનુ સંચાલિન બેલ્ઝિયમમાંથી કરવામાં આવે છે. સ્વિફ્ટ એવી ઇન્ટરબેન્ક પેમેન્ટ સિસ્ટમ છે જેના દ્વારા કોઇપણ દેશ બીજા દેશ સાથે વેપાર કરવાની સ્થિતિમાં ફટાફટ પેમેન્ટ કરી દે છે. આને એક ફાસ્ટ સુરક્ષિત સિસ્ટમ માનવામાં આવે છે. આખી દુનિયામાં બિઝનેસની લેવડદેવડ આ સ્વિફ્ટથી જ કરવામાં આવે છે. 

કેમ મહત્વપૂર્ણ છે સ્વિફ્ટ -
કોઇપણ દેશની અર્થવ્યવસ્થા માટે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ બહુજ જરૂરી હોય છે. વિદેશ વેપારથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. સ્વિફ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશી રોકાણ અને પ્રવાસીઓ દ્વારા દેશમાં મોકલવામાં આવનારી રકમ જેવા કાર્યોનુ મેનેજમેન્ટ થાય છે. કોઇપણ દેશને સ્વિફ્ટ જેવી પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી દેવામા આવે છે, તો તેનાથી તે દેશની અર્થવ્યવસ્થા પર આની મોટી અસર પડે છે. કેમ કે દુનિયાની ફાઇનાન્સિયલ સિસ્ટમથી અલગ પડી જાય છે. સ્વિફ્ટ સિસ્ટમથી રશિયાને બહાર કરવાથી રશિયન વેપાર પ્રભાવિત થશે અને રશિયન કંપનીઓ માટે વેપાર કરવુ અઘરુ બની જશે. ઉત્તર કોરિયા (North Korea) અને (Iran) પર આ જ પ્રકારના પ્રતિબંધ છે. 

રશિયા સ્વિફ્ટ સિસ્ટમમાંથી બહાર - 
રશિયા યૂક્રેન હુમલા બાદથી જ પશ્ચિમ દેશો તરફથી એ માંગ કરવામા આવી રહી હતી કે રશિયાને વૈશ્વિક નાણાંકીય સિસ્ટમ (Global Payment System)થી અલગ પાડી દેવામા આવે. આ કડીમાં ફેંસલો લેતો રશિયાનો વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યુ છે. 

યૂકે (UK) ના પ્રધાનમંત્રી બૉરિસ જોનસને (Boris Johnson) ટ્વીટ કરીને રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરવાની જાણકારી આપી છે. જૉનસને ટ્વીટ કરીને કહ્યું કે- અમે રશિયાને વૈશ્વિક નાણાંકીય સિસ્ટમમાંથી બહાર કરવા માટે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે આજે રાત્રે નિર્ણાયક કાર્યવાહી કરી છે. જેમાં સ્વિફ્ટમાંથી રશિયન બેન્કોને બહાર કરવાનુ મહત્વપૂર્ણ પહેલુ પગલુ પણ સામેલ છે. અમે એ નક્કી કરવા માટે કામ કરતા રહીશું કે પુતિન પોતાની આક્રમતાની કિંમત ચૂકવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget