શોધખોળ કરો
Advertisement
SBIના ચેરમેનના ભત્રીજાનું ખાતું પણ Yes Bankમાં, રજનીશ કુમારે શું કહ્યું? જાણો
યસ બેન્કના ખાતાધારક ખાતામાં જમા પૈસાના ભવિષ્યને લઈને ચિંતામાં છે. પૈસાને લઈને આવેલા ટેન્શનના કારણે SBIના ચેરમેન રજનીશ કુમારનો ભત્રીજો પણ છે.
મુંબઈ: દેવામાં ફસાયેલી યસ બેન્ક પર હાલ RBIએ બરાબરનો ગાળીઓ કસ્યો છે. જેના કારણે યસ બેન્કના ખાતાધારકો 3 એપ્રિલ 2020 સુધી પોતાના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. આ હાલતમાં બેન્ક ખાતાધારકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જ્યારે યસ બેન્કના ચેરમેન રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે.
યસ બેન્કના ખાતાધારક ખાતામાં જમા પૈસાના ભવિષ્યને લઈને ચિંતામાં છે. પૈસાને લઈને આવેલા ટેન્શનના કારણે SBIના ચેરમેન રજનીશ કુમારનો ભત્રીજો પણ છે. મહત્વની વાત એ છે કે, આ અંગે ખુદ SBIના ચેરમેને માહિતી આપી છે. શનિવારે રજનીશ કુમારે યસ બેન્કને બચાવવા અંગે રસપ્રદ માહિતી આપી હતી.
આ દરમિયાન રજનીશ કુમારે જણાવ્યું હતું કે, તેના ભત્રીજાનું સેલરી અકાઉન્ટ પણ યસ બેન્કમાં છે. શુક્રવારે મને મારા ભત્રીજાએ કોલ કરીને માહિતી આપી હતી. મેં મારા ભત્રીજાને કહ્યું હતું કે, ગભરાવાની કોઈ જરૂર નથી. તમારા પૈસા એકદમ સુરક્ષીત છે. હજુ થોડા દિવસની પછી બધુ થાળે પડી જશે. હાલ SBI યસ બેન્કમાં 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
યસ બેન્કને સંકટમાંથી બહાર કાઢવા માટે 20 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. રજનીશ કુમારે કેટલીક યોજનાઓ જણાવી છે, જે અનુસાર રોકાણકારો સાથે સમજુતી થાય તેવી યોજના જણાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement