આ SBI ની એક વિશેષ બચત યોજના છે જ્યાં તમે દર મહિને નાની રકમ જમા કરીને ₹1 લાખ કે તેથી વધુનું ભંડોળ ઊભું કરી શકો છો. આ યોજનામાં રોકાણ માટે 3 થી 10 વર્ષનો સમયગાળો પસંદ કરી શકાય છે.
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
SBI ની 'હર ઘર લખપતિ' યોજનામાં 8% સુધીનું વ્યાજ મળે છે; શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે 3 થી 10 વર્ષના સમયગાળા સાથે નાની બચતથી બનાવો મોટું ફંડ.

- SBIની હર ઘર લખપતિ યોજના દીકરીના ભવિષ્ય માટે છે.
- માસિક 600 રૂપિયાથી 1.10 લાખથી વધુ ફંડ બનાવો.
- 3-10 વર્ષ રોકાણ પર 8% સુધીનું વ્યાજ મળે.
- અકાળે ઉપાડ પર દંડ લાગે; સાત દિવસમાં વ્યાજ નહીં.
SBI Har Ghar Lakhpati Scheme: દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન જેવા મોટા ખર્ચાઓ વખતે પૈસાની કોઈ ચિંતા ન રહે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે બેંકો પણ ઘણી સ્કીમ ચલાવે છે. દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આવી જ એક શાનદાર સ્કીમ લઈને આવી છે - 'SBI હર ઘર લખપતિ યોજના'. આ યોજનામાં તમે દર મહિને માત્ર 600 રૂપિયા જેવી નાની રકમ જમા કરીને પણ ભવિષ્ય માટે 1.10 લાખ રૂપિયાથી વધુનું મોટું ફંડ તૈયાર કરી શકો છો. જેમાં મહત્તમ 8% સુધીનું વળતર મળે છે. આવો જાણીએ આ યોજનાની તમામ વિગતો અને તેના નિયમો.
શું છે SBI ની હર ઘર લખપતિ યોજના?
આ SBI ની એક વિશેષ બચત યોજના છે, જેમાં તમે દર મહિને નાની રકમ જમા કરીને અંતે 1 લાખ કે તેથી વધુનું મોટું ભંડોળ ઊભું કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ માટે 3 થી 10 વર્ષ સુધીનો સમયગાળો પસંદ કરવાની સુવિધા મળે છે. ખાતું કોઈ એક વ્યક્તિના નામે (સિંગલ) અથવા બે લોકો સાથે મળીને (જોઈન્ટમાં) પણ ખોલાવી શકે છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ હોય અને તે સહી કરી શકતું હોય, તો તે પોતાના નામે પણ ખાતું ખોલાવી શકે છે. જ્યારે નાના બાળકો માટે તેમના માતા-પિતા કે વાલી આ એકાઉન્ટ ઓપન કરી શકે છે.
આ યોજનામાં તમારી માસિક બચતની રકમ (હપ્તો) તમે નક્કી કરેલા લક્ષ્ય અને સમયગાળા પર આધાર રાખે છે. ગ્રાહકોને ક્યારેક હપ્તાની અડધી રકમ પણ જમા કરવાની છૂટ મળે છે. તમે ઈચ્છો તો ભવિષ્યના હપ્તા અગાઉથી (એડવાન્સ) ભરી શકો છો, પરંતુ તેનાથી ફાઈનલ મેચ્યોરિટીની રકમમાં કોઈ વધારો થતો નથી. છેલ્લો હપ્તો ભર્યાના એક મહિના પછી અથવા મુદત પૂરી થવા પર મેચ્યોરિટીની રકમ ચૂકવી દેવામાં આવે છે. આ રકમ પર ઈન્કમ ટેક્સના સામાન્ય નિયમો લાગુ પડે છે.
આ પણ વાંચોઃ SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
કોને કેટલું વ્યાજ મળશે?
આ યોજનામાં વ્યાજ દર તમારા રોકાણના સમયગાળા અને તમારી કેટેગરીના આધારે નક્કી થાય છે:
સામાન્ય ગ્રાહકો: 3 અને 4 વર્ષના રોકાણ માટે 6.55% અને 5 થી 10 વર્ષના સમયગાળા માટે 6.30% વ્યાજ મળે છે.
સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો): સમાન સમયગાળા માટે 6.80% થી 7.05% સુધીનું વ્યાજ મળે છે.
SBI સ્ટાફ: 7.30% થી 7.55% વ્યાજ આપવામાં આવે છે.
SBI સ્ટાફ (સિનિયર સિટીઝન): આ કેટેગરીમાં સૌથી વધુ 7.80% થી 8.05% સુધીનું વ્યાજ મળે છે.
(ખાસ નોંધ: માસિક હપ્તાની ગણતરી વર્તમાન વ્યાજ દરોના આધારે થાય છે. જો ભવિષ્યમાં બેંક વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરે છે, તો તેની અસર માસિક રોકાણ અને અંતિમ મેચ્યોરિટીની રકમ પર પડી શકે છે.)
આ પણ વાંચોઃ SBI કે ખાનગી બેંક? 5 લાખની FD પર ક્યાં મળશે વધુ વ્યાજ? જાણો તમામ બેંકોના લેટેસ્ટ રેટ્સ
માત્ર 600 રૂપિયા જમા કરીને મેળવો 1 લાખથી વધુ
જો તમે 8% ના મહત્તમ વ્યાજ દર (જેમ કે સ્ટાફ સિનિયર સિટીઝન) મુજબ ગણતરી કરો, તો દર મહિને માત્ર 600 રૂપિયાનું રોકાણ 10 વર્ષમાં તમને 1,10,168 રૂપિયાનું જંગી ફંડ આપશે. આમાં તમારું કુલ રોકાણ 72,000 રૂપિયા હશે, જેની સામે 38,000 રૂપિયા જેટલું વ્યાજ મળશે.
1 લાખનું લક્ષ્ય કેવી રીતે પૂરું કરવું?
જો તમારે તમારી દીકરી માટે 1 લાખ રૂપિયાનું ફંડ બનાવવું હોય, તો તમારો માસિક હપ્તો તમે પસંદ કરેલા સમયગાળા પર આધાર રાખશે:
3 વર્ષ માટે: દર મહિને આશરે 2,510 રૂપિયા જમા કરવા પડશે.
5 વર્ષ માટે: દર મહિને આશરે 1,420 રૂપિયા ભરવા પડશે.
10 વર્ષ માટે: દર મહિને આશરે 610 રૂપિયા જમા કરવાના રહેશે.
તમારો સમયગાળો જેટલો લાંબો હશે, માસિક હપ્તો એટલો જ નાનો આવશે. તેવી જ રીતે જો તમારું લક્ષ્ય 2 લાખ, 3 લાખ કે 4 લાખનું છે, તો તે મુજબ હપ્તાની રકમ વધી જશે.
અધવચ્ચે પૈસા ઉપાડવા હોય તો શું?
જો તમને કોઈ કારણસર મુદત પૂરી થતા પહેલા જ પૈસાની જરૂર પડી જાય, તો તમે પૈસા ઉપાડી શકો છો. પરંતુ બેંક આના પર દંડ (પેનલ્ટી) વસૂલ કરે છે:
જો તમારી જમા રકમ 5 લાખ રૂપિયા સુધીની હોય, તો પ્રી-મેચ્યોર ઉપાડ પર 0.50% પેનલ્ટી કપાશે.
જો જમા રકમ 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો 1% પેનલ્ટી લાગશે.
આ પેનલ્ટી બાદ કર્યા પછી જ તમારા વ્યાજની ગણતરી થશે. એક ખાસ નિયમ એ પણ છે કે, જો તમે ખાતું ખોલાવ્યાના 7 દિવસની અંદર જ પૈસા ઉપાડી લો છો, તો તમને બેંક તરફથી કોઈ જ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.
Frequently Asked Questions
SBI હર ઘર લખપતિ યોજના શું છે?
આ યોજના હેઠળ ખાતું કોણ ખોલાવી શકે છે?
ખાતું કોઈ એક વ્યક્તિના નામે અથવા જોઈન્ટમાં ખોલાવી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પોતાના નામે અને નાના બાળકો માટે તેમના માતા-પિતા કે વાલી ખાતું ખોલાવી શકે છે.
આ યોજનામાં વ્યાજ દર કેટલો મળે છે?
વ્યાજ દર રોકાણના સમયગાળા અને કેટેગરી પર આધાર રાખે છે. સામાન્ય ગ્રાહકોને 6.30% થી 6.55% અને સિનિયર સિટીઝનને 6.80% થી 7.05% સુધી વ્યાજ મળે છે. SBI સ્ટાફ માટે 7.30% થી 8.05% સુધીનું વ્યાજ હોય છે.
જો મુદત પૂરી થાય તે પહેલા પૈસા ઉપાડવા પડે તો શું નિયમ છે?
મુદત પહેલા પૈસા ઉપાડવા પર બેંક દંડ વસૂલે છે. ₹5 લાખ સુધીની રકમ પર 0.50% અને ₹5 લાખથી વધુ રકમ પર 1% પેનલ્ટી લાગે છે. જો 7 દિવસની અંદર ઉપાડ થાય તો કોઈ વ્યાજ મળતું નથી.






















