શોધખોળ કરો

શેરબજારમાં મોટો ભૂકંપ: રોકાણકારોના ₹5 લાખ કરોડ ડૂબ્યા! જાણો મોટું કારણ

Share market crash today: અમેરિકા અને દક્ષિણ કોરિયાના માર્કેટમાં આવેલી ભયંકર વેચવાલીની અસર ભારતીય બજાર પર જોવા મળી; IT સેક્ટરના શેરો તૂટતા નિફ્ટી 23,900ની નીચે સરક્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો.
  • અમેરિકી ટેક શેરો ઘટતા, વૈશ્વિક બજારમાં કડાકો આવ્યો.
  • કોરિયન બજાર 10% તૂટ્યું, ભારતીય IT સેક્ટરને અસર થઈ.

Share market crash today: આજે ભારતીય શેરબજારમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવો માહોલ છે. બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે સેન્સેક્સમાં 700 પોઈન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીની હાલત પણ ખરાબ થઈ ગઈ અને તે 23,900 ના લેવલથી નીચે જતો રહ્યો. બજારમાં અચાનક આવેલી આ અરાજકતા અને કડાકાના કારણે ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના આશરે 5 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. વિદેશી બજારોમાં આવેલા કડાકાએ આજે ભારતીય રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા છે.

અમેરિકાથી શરૂ થયેલો કડાકો એશિયા સુધી પહોંચ્યો

તમને થતું હશે કે અચાનક આટલો મોટો ઘટાડો કેમ આવ્યો? તો આની પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટ છે. હકીકતમાં, આજે અમેરિકાના શેરબજાર (વોલ સ્ટ્રીટ)માં આલ્ફાબેટ અને સ્પેસએક્સ જેવી મોટી ટેક કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઘટાડાને લીધે રોકાણકારોમાં ડરનો માહોલ ઉભો થયો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ટેક કંપનીઓના વેલ્યુએશન ખૂબ જ વધારે પડતા આંકવામાં આવ્યા છે. આ ગભરામણની અસર સીધી એશિયન બજારો પર પડી.

દક્ષિણ કોરિયાના બજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

અમેરિકાના બજારની આ નેગેટિવ અસર સૌથી વધુ દક્ષિણ કોરિયાના શેરબજાર પર જોવા મળી. આજે કોરિયન માર્કેટ એટલું ખરાબ રીતે તૂટ્યું કે તેમનો મુખ્ય ઇન્ડેક્સ KOSPI લગભગ 10 ટકા જેટલો ગગડી ગયો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બજારમાં ટ્રેડિંગ 20 મિનિટ માટે અટકાવી દેવું પડ્યું હતું. કોરિયન માર્કેટમાં SK Hynix અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ જેવી મોટી સેમિકન્ડક્ટર કંપનીઓના શેર અનુક્રમે 11% અને 8% થી વધુ તૂટ્યા, જેનાથી આખા બજારનું સંતુલન ખોરવાઈ ગયું.

અગાઉ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચિપ્સની ડિમાન્ડને લીધે કોરિયન બજાર 80 થી 90% ઉછળીને ઓલ-ટાઇમ હાઈ પર ચાલી રહ્યું હતું, કંપનીઓના વેલ્યુએશન ઘણા મોંઘા થઈ ગયા હતા. પણ આજે અમેરિકામાં કડાકો બોલતા જ વિદેશી રોકાણકારોએ નફો બુક કરવા 1.3 બિલિયન ડોલર (આશરે 2 ટ્રિલિયન વોન) ના શેર ફટાફટ વેચી માર્યા.

આ પણ વાંચોઃ હવે ભારતમાં રહીને જ ખરીદો Apple-Amazon ના શેર! 4 મોટી બ્રોકરેજ એપ્સને મળી મંજૂરી

ભારતની IT કંપનીઓને મોટો ફટકો

વિદેશી બજારોના આ કડાકાએ ભારતીય શેરબજારનો મૂડ પણ બગાડી નાખ્યો. ખાસ કરીને ભારતના IT સેક્ટરને આનો સૌથી મોટો ફટકો પડ્યો છે. આજે ઇન્ફોસિસ, TCS, HCL ટેક અને વિપ્રો જેવી દિગ્ગજ IT કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે, નિફ્ટી IT ઇન્ડેક્સ આજે સૌથી વધુ નુકસાનમાં રહ્યો. આમ, ગ્લોબલ માર્કેટમાં આવેલા આ ટેક-કડાકાને લીધે ભારતીય શેરબજારમાં રોકાણકારોને 4.57 લાખ કરોડથી લઈને 5 લાખ કરોડ રૂપિયા સુધીનું જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ 1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ ૫ મલ્ટિબેગર શેર

Frequently Asked Questions

ભારતીય શેરબજારમાં આજે શું થયું?

આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 23,900 ના લેવલથી નીચે ગયો. રોકાણકારોના આશરે 5 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા.

ભારતીય શેરબજારમાં આ ઘટાડાનું મુખ્ય કારણ શું છે?

આ ઘટાડાનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટમાં, ખાસ કરીને અમેરિકાના શેરબજાર (વોલ સ્ટ્રીટ)માં મોટી ટેક કંપનીઓના શેરોમાં થયેલો કડાકો છે. આ અસર એશિયન બજારો સુધી પહોંચી.

અમેરિકાના કડાકાની દક્ષિણ કોરિયાના બજાર પર શું અસર થઈ?

દક્ષિણ કોરિયાનું બજાર લગભગ 10% જેટલું ગગડી ગયું હતું, જેના કારણે 20 મિનિટ માટે ટ્રેડિંગ અટકાવવું પડ્યું. SK Hynix અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓના શેર મોટા પ્રમાણમાં તૂટ્યા.

ભારતના કયા સેક્ટરને આ કડાકાથી સૌથી વધુ ફટકો પડ્યો?

ભારતના IT સેક્ટરને આ કડાકાથી સૌથી મોટો ફટકો પડ્યો છે. ઇન્ફોસિસ, TCS, HCL ટેક અને વિપ્રો જેવી દિગ્ગજ IT કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
Advertisement

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget