શોધખોળ કરો

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

silver import rules tightened: વધતી આયાત અને વિદેશી હૂંડિયામણ બચાવવા લેવાયો મોટો નિર્ણય, 99.9% શુદ્ધ ચાંદી લાવવા માટે લેવી પડશે પરવાનગી; વેપારીઓ અને ઝવેરીઓની ચિંતામાં વધારો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ, ચાંદી આયાત પર કડક નિયમો.
  • 99.9% શુદ્ધ ચાંદી માટે DGFTની પૂર્વ મંજૂરી ફરજિયાત બનશે.
  • વધતી જતી આયાત અને ડોલર રિઝર્વ બચાવવા સરકારનો નિર્ણય.
  • નવા નિયમોથી ઝવેરીઓ અને વેપારીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા.

silver import rules tightened: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધના તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) પર વધતા દબાણને પગલે ભારત સરકારે ચાંદીની આયાત પરના નિયમો અચાનક જ ખૂબ કડક કરી દીધા છે. હવેથી 99.9% શુદ્ધતાવાળી ચાંદી વિદેશથી મંગાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત બની ગઈ છે. ડ્યુટીમાં વધારા બાદ લેવાયેલા સરકારના આ આકરા નિર્ણયથી બુલિયન માર્કેટ અને ચાંદીના વેપારીઓમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયાની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા અને દેશના અર્થતંત્રને બચાવવા સરકારે આ મોટું પગલું ભર્યું છે. મંગળવારે જાહેર કરાયેલા નવા આદેશ મુજબ, હવે જો કોઈ પણ વેપારી કે આયાતકારે 99.9% શુદ્ધતાવાળા ચાંદીના દાણા, પાવડર કે ચાંદીના બ્લોક વિદેશથી મંગાવવા હશે, તો તેમણે પહેલા DGFT પાસેથી માન્ય અધિકૃતતા (Authorization) એટલે કે પરવાનગી લેવી પડશે. આ મંજૂરી વગર હવે ચાંદીની આયાત થઈ શકશે નહીં.

આટલી કડકાઈ પાછળનું મુખ્ય કારણ ચાંદીની બેફામ વધેલી આયાત છે. નોંધનીય છે કે ભારત દુનિયામાં ચાંદીનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા પર નજર કરીએ તો, દેશે 12 બિલિયન ડોલરની ચાંદીની આયાત કરી છે (જેમાં 150% નો જંગી વધારો નોંધાયો છે), જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 4.8 બિલિયન ડોલર હતી. માત્ર એપ્રિલ મહિનામાં જ ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 157% વધીને 411 મિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. દેશનો રૂપિયો અને ડોલર રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) બચાવવા તેમજ બિનજરૂરી આયાત ઘટાડવા સરકારે ગયા મહિને જ સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) 6% થી વધારીને સીધી 15% કરી દીધી હતી.

આ પણ વાંચોઃ સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજે કેટલા છે ભાવ

સરકારના આ કડક વલણને કારણે હવે ઝવેરીઓ અને ચાંદીના વેપારીઓનું ટેન્શન વધી ગયું છે. નવા નિયમોને લીધે વિદેશથી ચાંદી મંગાવવાની આખી પ્રક્રિયા વધુ લાંબી અને અઘરી બની જશે. જેના કારણે માલ આવવામાં મોડું થવાની અને બજારમાં અનિશ્ચિતતા ઊભી થવાની શક્યતાઓ છે, જેનો સીધો માર વેપારીઓએ સહન કરવો પડશે.

Frequently Asked Questions

ભારતમાં ચાંદીની આયાત પરના નિયમો શા માટે કડક કરવામાં આવ્યા છે?

યુએસ-ઈરાન તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણને કારણે નિયમો કડક કરાયા છે.

99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત માટે હવે શું ફરજિયાત છે?

99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત કરવા માટે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.

ચાંદીની આયાત વધારવા પાછળનું મુખ્ય કારણ શું હતું?

નાણાકીય વર્ષ 2025-26 માં ચાંદીની આયાતમાં 150% નો જંગી વધારો નોંધાયો હતો, જે ચિંતાનો વિષય બન્યો હતો.

નવા નિયમોની ચાંદીના વેપારીઓ પર શું અસર થશે?

નવા નિયમોને લીધે આયાત પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ બનશે, જેનાથી બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget