સસ્તામાં સોનું ખરીદવાની તક! કેન્દ્ર સરકાર લાવી રહી છે આ ખાસ ઓફર, 17 મેથી ખુલશે સબ્સક્રિપ્શન
યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે.
જો તમે સસ્તામાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમારા માટે ખાસ ઓફર લાવી છે. જેમાં તમે સસ્તામાં રોકાણ કરીને સોનું ખરીદી શકો છો. નાણાંકીય વર્ષ 2021-22ને માટે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 17મેના રોજ સોમવારથી શરૂ થઈ રહી છે. આ ઓફર 5 દિવસ સુધી ચાલુ રહેશે. તો જાણો તમે કેવી રીતે આ ઓફરનો લાભ લઈ શકશો.
નાણાં મંત્રાલય અનસાર ભારતીય રિઝર્વ બેંકની ભલામણથી ભારત સરાકરે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ મે 2021થી સપ્ટેમ્બર 2021 સુધી છ ભાગમાં બહાર પાડવામાં આવશે.
નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની પ્રથમ સીરીઝ માટે સબ્સક્રિપ્શન 17 મે, 2021થી ખુલશે અને 21 મે, 2021 સુધી રહેશે. રોકાણકારો આ પાંજ દિવસમાં રોકાણ કરી શકશે. 25 મેના રોજ બોન્ડ ઈશ્યૂ કરવામાં આવશે.
ત્યાર બાદ 24 મેથી 28 મે સુધી બીજી સીરીઝ માટે સબ્સક્રિપ્શન ખુલશે. ત્યાર બાદ 31 મેથી ચાર જૂનની વચ્ચે ત્રીજી સીરીઝ, 12 જુલાઈથી 16 જુલાઈના ગાળામાં ચોથી સીરીઝનું સબ્સક્રિપ્શન ખુલશે. ત્યાર બાદ પાંચમી સીરીઝ 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ અને છઠ્ઠી સીરીઝ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ખુલી રહેશે.
Government of India, in consultation with Reserve Bank of India, has decided to issue Sovereign Gold Bonds. The Sovereign Gold Bonds will be issued in six tranches from May 2021 to September 2021: Ministry of Finance pic.twitter.com/WGANZSOoiS
— ANI (@ANI) May 12, 2021
બોન્ડની કિંમત કેટલી હશે
નાણા મંત્રાલયે જણાવ્યું કે સોનાના બોન્ડના ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવના સામાન્ય સરેરાશ ભાવ પર રહેશે. આ ભાવ રોકાણના સમયગાળા અગાઉના સપ્તાહના છેલ્લા ત્રણ કારોબારી દિવસ દરમિયાન 99.9 શુદ્ધતાવાળા સોનાનો સરેરાશ ભાવ રહેશે. બોન્ડ ખરીદવા માટે ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓને બોન્ડના ભાવમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષ માટે આપવામાં આવે છે. તો પાંચમા વર્ષ પછી રોકાણકારને આ બોન્ડ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ વેપારી બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનો, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સ્ચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો
- આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.
- ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.
- બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.
- આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.
- લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.
- ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા ગેરેન્ટેડ છે.
- રોકાણની કિંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.
- બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.
- 3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.
- મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.