શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ
પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની વિશેષ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (SBI) સહિત અનેક બેંકોને વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરીને ઋણ વસુલવાની મંજૂરી આપી છે.
![વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ Special court grants banks to liquidate liquor king Vijay Mallya s seized assets વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/01165400/vijay-mallya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશની બેંકોને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને વિદેશ ભાગી ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની વિશેષ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (SBI) સહિત અનેક બેંકોને વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરીને ઋણ વસુલવાની મંજૂરી આપી છે.
વિજય માલ્યાના વકીલોએ કહ્યું હતું કે, માત્ર ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ જ નક્કી કરી શકે છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટે આ ફેંસલા પર 18 જાન્યુઆરી સુધી સ્ટે લગાવી દીધો છે, ત્યાં સુધીમાં માલ્યા આ આદેશ સામે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. શરાબ કારોબારી વિજય માલ્યા પર બ્રિટનમાં ભારતની બેંકોના 9000 કરોડ રૂપિયાની લોન નહીં ચુકવવાનો મામલો ચાલી રહ્યો છે. આ ઉપરાંત મની લોન્ડરિંગ અને કાવતરાનો પણ આરોપ છે. ભારતીય બેંકો સાથે છેતરપિંડી કર્યા બાદ વિજય માલ્યા માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. વિજય માલ્યાને પરત લાવવા કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે માલ્યાને ભારત મોકલવાનો ફેંસલો સંભળાવ્યો હતો. જે બાદ માલ્યાએ પ્રત્યર્પણ સામે રૉયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ દાખલ કરી હતી. જ્યાં માલ્યાની અપીલ મંજૂર કરી લેવામાં આવી હતી. હાલ તે લંડનમાં છે અને જામીન પર બહાર ફરી રહ્યો છે. બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા કોહલી-અનુષ્કાએ આ રીતે સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ, જુઓ તસવીરોED Sources:Prevention of Money Laundering Act Court in Mumbai allowed banks that lent money to Vijay Mallya to utilize seized assets. Court also said ruling has been stayed till January 18,until which all parties affected by the order can appeal to the Bombay High Court(file pic) pic.twitter.com/oMSrtR8K56
— ANI (@ANI) January 1, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)