શોધખોળ કરો
Advertisement
SBIએ આપ્યો ગ્રાહકોને મોટો ઝટકો, બચત ખાતા અને FDના વ્યાજદરમાં કર્યો ઘટાડો
બેંકે એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટવાળા બચત ખાતા પર વ્યાજ દર 3.5 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરી દીધો છે. નવા દર એક નવેમ્બરથી લાગુ થશે. આ ઉપરાંત એક વર્ષથી લઈ બે વર્ષ સુધીની એફડીના વ્યાજદરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે, જે 10 ઓક્ટોબરથી લાગુ થશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ બુધવારે બચત ખાતાની સાથે સાથે ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. બેંકે એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટવાળા બચત ખાતા પર વ્યાજ દર 3.5 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરી દીધો છે. નવા દર એક નવેમ્બરથી લાગુ થશે. આ ઉપરાંત એક વર્ષથી લઈ બે વર્ષ સુધીની એફડીના વ્યાજદરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે, જે 10 ઓક્ટોબરથી લાગુ થશે.
આ પહેલા એસબીઆઈએ એક લાખ રૂપિયાથી ઉપરની ડિપોઝિટ વાળા ખાતાના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડવાની જાહેરાત કરી હતી. બેંકે એક લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટવાળા સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર યથાવત રાખ્યો છે.
એસબીઆઈએ પ્રેસ નોટમાં કહ્યું કે, સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટીને ધ્યાનમાં રાખી એસબીઆઈએ બચત ખાતા પર વ્યાજ દરને 3.50 ટકાથી ઘટાડી 3.25 ટકા કરવાની જાહેરાત કરી છે. જે 1 નવેમ્બર, 2019થી લાગુ થશે.
ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે કેટલા ઉમેદવારો છે મેદાનમાં ? કઈ બેઠક પર છે સૌથી વધારે મતદારો, જાણો વિગતે
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતા મહુવા રોડ થયો બંધ
રિલાયન્સ જિયોએ આપ્યો મોટો ઝટકો, હવે અન્ય ઓપરેટરમાં કોલ કરવા ચૂકવવા પડશે રૂપિયા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion