શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં તેજીને લાગી બ્રેક, આ કારણે સેેન્સેક્સ 224 પોઈન્ટના ઘટાડા સાથે રહ્યો બંધ, IT શેર્સ ધોવાયા

Stock Market Closing Bell: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ સારો નથી રહ્યો. શેરબજાર અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે.

Stock Market Closing, 14th Septemeber 2022: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે. શેરબજારમાં બે દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 224.11 પોઇન્ટના ઘટાડા અને નિફ્ટી 66.3 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા છે. જે બાદ સેન્સેક્સ 60346.9 પોઇન્ટ અને નિફ્ટી 18003.75 પોઇન્ટ પર પહોંચ્યા છે. લગભગ 1632 શેર વધ્યા છે, 1740 શેર ઘટ્યા છે અને 140 શેર યથાવત છે.

સેકટરની દ્રષ્ટિએ IT શેર્સમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. જેમાં TCS, Infosys, HCL ટેક અને ટેક મહિન્દ્રા 2-4 ટકા તૂટ્યા હતા. ફાઇનાન્સિયલ્સ શેર્સે સવાર ઘટાડાને સરભર કર્યો હતો અને ઇન્ડસઇન્ડ બેંક, SBI અને કોટક મહિન્દ્રા બેંક નિફ્ટીના ટોચના વધનારા સાથે બંધ થયા. નિફ્ટી મેટલમાં ચમકારો જોવા મળ્યો હતો

આ કારણે થયો ઘટાડો

યુએસ બજારોમાં ત્રણેય મુખ્ય સૂચકાંકોમાં વર્ષ 2020 પછી એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આનું કારણ ગઈ કાલે યુએસમાં આવેલા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ડેટા હતા, જેમાં ઓગસ્ટમાં ફુગાવાનો દર ઘટીને 6.3 ટકા થઈ ગયો છે. જુલાઈમાં તે 5.9 ટકા હતો. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

વાયરલ થઈ કંપનીની ઓફર, રિઝાઇન બાદ 6 સપ્તાહનો નોટિસ પીરિયડ આપો અને પગારમાં 10 ટકાનો વધારો લો

 સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે કર્મચારી તેની નોકરીમાંથી રાજીનામું આપે છે ત્યારે તેની સાથે કંપનીનું વર્તન બદલાઈ જાય છે. પરંતુ એવું પહેલીવાર જોવા મળી રહ્યું છે કે જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓને સારું લાગે તે માટે કંપની છોડે ત્યારે તેમને 10 ટકા વધુ પગાર આપે છે. કંપનીની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

માર્કેટિંગ કંપની ગોરિલાના સ્થાપક જ્હોન ફ્રાન્કોએ LinkedIn પર 'Smooth Transition' માટેની તેમની વ્યૂહરચના પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે જ્યારે કોઈ કર્મચારી અમને જાણ કરશે કે તે અમારી કંપની ગોરિલા છોડવા માંગે છે અને બીજી નોકરી શોધી રહ્યો છે. જો આવા કર્મચારીઓ ઓછામાં ઓછા છ અઠવાડિયાની નોટિસ આપે છે, તો કંપની તેમને તેમના પગારના 10% વધુ ચૂકવશે. તેમણે આગળ લખ્યું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ કંપનીમાં ખુદને ફસાયેલા માને છે અથવા તેમને લાગે છે કે તેઓ ખોટી જગ્યાએ કામ કરી રહ્યા છે, તો તેમના માટે કંપની છોડવામાં સરળતા રહેશે. તેમણે કર્મચારીઓને વચન આપ્યું હતું કે કર્મચારીઓ પ્રત્યે અમારે કોઈપણ પ્રકારની કઠોર લાગણી નથી.

ફ્રાન્કોએ આગળ લખ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે અમારા કોઈપણ કર્મચારી કંપની છોડે. અમે ઈચ્છીએ છીએ કે તે પણ અમારી સાથે નિવૃત્ત થાય. પરંતુ અમે અમારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવા પગલા લીધા છે. આ સાથે, જો કોઈ કર્મચારીને લાગે છે કે તેઓ અટવાઈ ગયા છે અથવા ખોટી જગ્યાએ છે, તો તેમને તેનો લાભ મળશે. આ સુવિધા ફક્ત તે કર્મચારીઓ માટે હશે, જેઓ અમને ઓછામાં ઓછા 6 અઠવાડિયાની નોટિસ પીરિયડ આપશે.

તાજેતરમાં જ રાજીનામું આપનાર કર્મચારીનું ઉદાહરણ આપતાં ફ્રાન્કોએ વધુમાં લખ્યું છે કે થોડા દિવસો પહેલા અમારા એક કર્મચારી મારી પાસે આવ્યો અને કહ્યું કે તે આગામી ત્રણ મહિનામાં કંપની છોડી દેશે. તે ગંભીરતાથી નોકરીની શોધમાં છે. પછી મેં તેની સાથે હાથ મિલાવ્યા અને તેના પગારમાં 10 ટકાનો વધારો કર્યો. અહીંથી જ મને આ વિચાર આવ્યો. તેમણે કહ્યું કે કંપની છોડી રહેલા કર્મચારીઓને કેટલીક સારી તકો મળશે અને અમે આમ કરીને રોજગાર પેટર્નને વધુ સરળ બનાવવા માંગીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget