Stock Market Closing: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ નિરાશાજનક, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે રહ્યા બંધ
Stock Market Closing: સોમવારે સેન્સેક્સ 57 હજારથી નીચે અને નિફ્ટી 17 હજારથી નીચે બંધ રહ્યા.

Stock Market Closing: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. સોમવારે સેન્સેક્સ 57 હજારથી નીચે અને નિફ્ટી 17 હજારથી નીચે બંધ રહ્યા. સેન્સેક્સ 657.13 અંકના ઘટાડા સાથે 56751.79 પોઇન્ટ અને નિફ્ટી 216.25 અંકના ઘટાડા સાથે 16878.10 પોઇન્ટ પર બંધ રહી. ઓટો-પાવર શેરમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ફાર્મા શેરમાં વધારો થયો.
શેરબજારમાં કેમ થયો ઘટાડો
આજે દિવસ દરમિયાન રોકાણકારોની નફા વસૂલીના કારણે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું છે.
સેક્ટરની સ્થિતિ
બજારમાં આજે સૌથી મોટો ઘટાડો FMCG અને બેન્કિંગ સેક્ટરના શેરમાં જોવા મળ્યો છે. નિફ્ટીનો એફએમસીજી ઈન્ડેક્સ 2.09 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી 1.56 ટકા ઘટીને બંધ થયો હતો. ઓટો આઈટી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના સ્ટોકમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 9 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 41 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 4 શેરોમાં ખરીદારી હતી જ્યારે 26 શેરો ઘટીને બંધ રહ્યા હતા.
આજે વધેલા શેર્સ
જો આજે વધેલા શેરો પર નજર કરીએ તો, ONGC 4.42 ટકા, ડૉ રેડ્ડી લેબ 1.94 ટકા, સિપ્લા 1.42 ટકા, BPCL 1.31 ટકા, કોલ ઇન્ડિયા 1.27 ટકા, Divi's Lab 0.58 ટકા, NTPC 0.44 ટકા, ભારતી એરટેલ અને Wipro 4.49 ટકા. ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
આજે ઘટેલા શેર્સ
અદાણી એન્ટરપ્રાઇઝ 8.64 ટકા, આઇશર મોટર્સ 5.67 ટકા, અદાણી પોર્ટ્સ 4.42 ટકા, મારુતિ સુઝુકી 3.18 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 3.10 ટકા, એચયુએલ 2.74 ટકા, હિન્દાલ્કો 2.46 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.44 ટકા ઘટીને બંધ થયા હતા.
આ કંપનીએ 40 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ WazirX ગયા અઠવાડિયે તેના 40 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. કંપનીના કોમ્યુનિકેશન, માર્કેટિંગ અને પોલિસી સાથે સંબંધિત કર્મચારીઓની છંટણી કરવામાં આવી છે. WazirXએ લગભગ 50-70 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. શુક્રવારે કર્મચારીઓને કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને 45 દિવસનો પગાર આપવામાં આવશે પરંતુ તેઓ WazirX સાથે વધુ કામ કરી શકશે નહીં. Coindesk ના અહેવાલમાં જણાવાયું છે કે કર્મચારીઓ પાસેથી ઍક્સેસ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
મંદીની અસર
શનિવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે WazirX એ જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક મંદીને કારણે ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો થઇ રહ્યો છે. વધુમાં ભારતીય ક્રિપ્ટો ઉદ્યોગની ટેક્સ, એક્સચેન્જ અને બેન્કિંગ સંબંધિત અનેક પોતાની સમસ્યાઓ છે. જેના કારણે એક્સચેન્જોમાં ઘટાડો થયો છે. WazirX એ કહ્યું કે અમારી પ્રાથમિકતા આર્થિક રીતે સ્થિર રહીને ગ્રાહકોને સેવા પૂરી પાડવાની છે. આ માટે અમે અમારા સ્ટાફની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઉપરાંત, WazirX વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ પરિસ્થિતિ 2018 માં આ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવી હતી તેવી જ સ્થિતિ છે.





















