Stock Market Closing: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શાનદાર તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સમાં 442 પોઇન્ટનો વધારો, આ શેર્સમાં જોવા મળી તેજી
Stock Market Update: આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 442 પોઈન્ટ વધીને 59,245 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 126 પોઈન્ટના ઉછાળા સાથે 17,665 પોઈન્ટ પર બંધ થયો હતો.
Stock Market Closing, 5th September, 2022: નવા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય શેરબજાર જોરદાર વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ ફરી 59,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 442 પોઈન્ટ વધીને 59,245 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 126 પોઈન્ટના ઉછાળા સાથે 17,665 પોઈન્ટ પર બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેર લીલા નિશાનમાં બંધ થયા છે.
સેક્ટરની સ્થિતિ
માર્કેટમાં આજે તમામ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર લીલા નિશાનમાં જ્યારે 15 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 24 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 6 લાલ નિશાનમાં બંધ થયા હતા.
વધનારા સ્ટોક
માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો સન ફાર્મા 1.81 ટકા, ITC 1.78 ટકા, NTPC 1.70 ટકા, રિલાયન્સ 1.60 ટકા, HCL ટેક 1.28 ટકા, ટાટા સ્ટીલ 1.28 ટકા, લાર્સન 1.18 ટકા, ICICI બેન્ક 1.15 ટકા, એરટીટેલ 1.15 ટકા. 0.85 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.83 ટકાના વધારા સાથે બંધ થયા છે.
આ પણ વાંચોઃ
Vastu Tips: વૈવાહિક જીવનમાં પરેશાની દૂર કરે છે આ વાસ્તુ ટિપ્સ, તમે પણ અજમાવો
Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
Renault Duster: ફરીવાર બજારમાં ધૂમ મચાવવા આવશે રેનો ડસ્ટર, લુક અને ફીચર્સમાં થશે મોટો બદલાવ