શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

India Covid-19: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 53 હજાર 974 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 80 હજાર 464 લોકો કોરોના મુક્ત થયા છે.

 India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 910 નવા કેસ નોંધાયા છે અને 16  દર્દીના મોત થયા છે, જ્યારે 7034 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 899 નો ઘટાડો થયો છે.  દૈનિક પોઝિટિવિટી રેટ 2.60 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 53 હજાર 974 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 80 હજાર 464 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 007 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 213 કરોડ 52 લાખ 74 હજાર 945 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 32 લાખ 31 હજાર 895 ડોઝ અપાયા હતા.

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  •  2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા

ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો

વિશ્વમાંથી કોવિડ-19 રોગચાળો ક્યારેય ખતમ થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સિન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.

કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, "નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જો આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. વર્તમાન વાયરસના સ્ટ્રેનથી તો બચાવશે પરંતુ તે ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે પણ વધુ સારું રહેશે અને લાંબા સમય સુધી રક્ષણ રહેશે.

ડૉ. અરોરાએ કહ્યું કે, નેકસ્ટ જનરેશન રસી એવી હોવી જોઈએ કે તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક લોકો સ્ટ્રેન સ્પેસિફિક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે."

ડૉ. અરોરાએ ભવિષ્યમાં અપેક્ષિત કોવિડ19 રસીના પ્રકારો સમજાવ્યા. તેમણે કહ્યું, "ભારતીય કંપનીઓ અને એકેડેમીયાએ આ પડકાર સ્વીકાર્યો છે અને આગામી થોડા મહિનામાં તેના વિશે વધુ માહિતી મળશે. મેં કહ્યું તેમ, ભારત હંમેશા રિહર્સલ કરવાનો અને પછી પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. અમે આગામી પેઢીની રસીઓ માટે અત્યંત સાવધાની સાથે કામ કરી રહ્યા છીએ. અન્ય વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ, ભારતીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પડકારને સ્વીકાર્યો છે. આગામી થોડા મહિનામાં, અમને ચોક્કસપણે પરિણામ મળશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Embed widget