Best Multibagger Stocks 2023: વર્ષ 2023ના 12 મલ્ટીબેગર શેર, 6 મહિનામાં રોકાણકારોને કરી દીધા માલામાલ
Stock Market: શેરબજારની દૃષ્ટિએ આ વર્ષ અત્યાર સુધી ખાસ સાબિત થયું નથી. આ વર્ષે અત્યાર સુધી નિફ્ટી 50 માત્ર 3 ટકા વધ્યો છે.
Multibagger Stocks: શેરબજારની દૃષ્ટિએ આ વર્ષ અત્યાર સુધી ખાસ સાબિત થયું નથી. આ વર્ષે અત્યાર સુધી નિફ્ટી 50 માત્ર 3 ટકા વધ્યો છે. જો કે, આવી સ્થિતિમાં પણ આવા શેરોની કોઈ કમી નથી, જેણે મજબૂત વળતર આપીને તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. આજે અમે તમને વર્ષ 2023 ના આવા મલ્ટીબેગર સ્ટોક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કોને મલ્ટિબેગર શેર કહેવાય છે ?
આ લિસ્ટમાં અમે તમને એવા સ્ટોક્સ વિશે જણાવીશું જેમનું Mcap ઓછામાં ઓછું રૂ. 2000 કરોડ છે. સૌ પ્રથમ, જાણી લો કે મલ્ટિબેગર શેર કોને કહેવાય છે. જે શેર નિશ્ચિત સમયગાળામાં તેમના રોકાણકારની રકમ બમણી રકમ બનાવે છે, તેને મલ્ટિબેગર કહેવામાં આવે છે. આ જ કારણે શેરબજારના રોકાણકારો મલ્ટિબેગર શેરોની પાછળ દોડે છે.
આ સ્ટોક 200 ટકા સાથે ટોચ પર છે
IT કંપની Aurionpro Solutions આ યાદીમાં ટોચ પર છે. આ શેરમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 200 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ કંપનીની વર્તમાન બજાર મૂડી આશરે રૂ. 2,450 કરોડ છે. IT સેક્ટરની ન્યુક્લિયસ સોફ્ટવેર બીજા નંબર પર છે, જેણે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 172 ટકા રિટર્ન આપ્યું છે. મજાની વાત એ છે કે આઈટી સેક્ટરની કંપની પણ ત્રીજા નંબર પર છે. સાકસોફ્ટના શેરે આ સમયગાળા દરમિયાન લગભગ 160 ટકા વળતર આપ્યું છે.
આ શેરોએ પણ કરાવી તગડી કમાણી
કેપિટલ ગુડ્સ કંપની WPIL લિમિટેડ લગભગ 140 ટકા વળતર સાથે ટોચના મલ્ટિબેગર શેરોની યાદીમાં ચોથા સ્થાને છે. પાંચમા નંબર પર આઇનોક્સ વિન્ડ એનર્જી છે, જેણે 126 ટકા વળતર આપ્યું છે. જિંદાલ સો લિમિટેડ 124 ટકા રિટર્ન સાથે છઠ્ઠા નંબર પર છે.
આ સ્ટોક્સે પણ આપ્યું દમદાર વળતર
આ પછી, Magellanic Cloud, Waaree Renewable Technologies અને Zen Technologies અનુક્રમે સાતમા, આઠમા અને નવમા સ્થાને છે, જેમણે 120-122 ટકા વળતર આપ્યું છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લગભગ 115 ટકાના વળતર સાથે 10મા સ્થાને છે. Kaynes Technology અને JBM ગ્રુપે પણ 100-100 ટકાથી વધુ વળતર આપ્યું છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.
Join Our Official Telegram Channel: