શોધખોળ કરો

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન

Sukanya Samriddhi Yojana Rules Changed: કોઈ દીકરીનું ખાતું તેમના દાદા-દાદી દ્વારા ખોલવામાં આવ્યું છે. તો તેને પણ અપડેટ કરવાની જરૂર છે. આવો તમને જણાવીએ કે આ માટેની પ્રક્રિયા શું હશે.

Sukanya Samriddhi Yojana Rules Changed:  દેશમાં ઘણી સરકારી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરે છે. જો કોઈ વ્યક્તિ તેની પુત્રીના ભવિષ્ય માટે મોટી રકમ એકઠી કરવા માંગે છે, તો સુકન્યા સમૃદ્ધિ યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કર્યું છે તો તમારા માટે આ યોજના સંબંધિત નવી માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ યોજનાને લગતા નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે. સુકન્યા યોજનામાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ અનિયમિત ખાતાઓને નિયમિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં જો દીકરીનું ખાતું તેના દાદા-દાદી દ્વારા ખોલવામાં આવ્યું હોય તો તેને પણ અપડેટ કરવાની જરૂર છે. આવો તમને જણાવીએ કે આ માટેની પ્રક્રિયા શું હશે.

કાનૂની વાલીના નામ પર એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે, જે ખાતા માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા યોજના હેઠળ ખોલવામાં આવ્યા ન હતા. હવે તેને માતા-પિતા અથવા કાનૂની વાલીઓના નામે ટ્રાન્સફર કરવાનું રહેશે. એટલે કે દાદા-દાદી દ્વારા કોઈ ખાતું ખોલવામાં આવ્યું હોય તો તેથી તેણે એકાઉન્ટ તેના માતા-પિતાના નામ પર ટ્રાન્સફર કરવું પડશે. યોજનાની નવી ગાઈડલાઈન મુજબ ફક્ત માતાપિતા અથવા કાનુની વાલી જ ખાતું ખોલી અને બંધ કરી શકે છે.

જાણો કયા દસ્તાવેજોની જરૂર પડશે?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલ એકાઉન્ટને માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં ઓરિજનલ એકાઉન્ટ પાસબુક, પુત્રીનું જન્મ પ્રમાણપત્ર(Birth Certificate), પુત્રીના કાયદેસર વાલી હોવાનું પ્રમાણપત્ર, માતા-પિતાનો ઓળખનો પુરાવો,એપ્લિકેશન ફોર્મ, જૂના ખાતાધારક અને નવા વાલીઓ એટલે કે દાદા-દાદી અને માતા-પિતાના ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે.

આ પ્રક્રિયાને ફોલો કરો
યોજના હેઠળ એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે, તમારે તે શાખામાં જવું પડશે જ્યાં ખાતું ખોલવામાં આવ્યું હતું અને તમારે બધા ઉલ્લેખિત દસ્તાવેજો તમારી સાથે રાખવા પડશે. આ સાથે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી ગાર્ડિયનશિપ ટ્રાન્સફર ફોર્મ લેવું પડશે. દાદા દાદી અને માતા-પિતા બંને પાસેથી જરૂરી સાચી માહિતી ફોર્મમાં ભરવાની રહેશે. બંનેએ ગાર્ડિયનશિપ ટ્રાન્સફર ફોર્મ પર સહી કરવાની રહેશે.

આ સાથે તમારે સંબંધિત દસ્તાવેજો જોડ્યા પછી પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ફોર્મ સબમિટ કરવું પડશે. આ પછી બેંક તમારી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તમારી ટ્રાન્સફર વિનંતીની સમીક્ષા કરશે અને તેની વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરશે. શું એકાઉન્ટ માતા-પિતાના નામ પર ટ્રાન્સફર કરવામાં આવશે અને ખાતામાં વિગતો અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચો...

EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget