શોધખોળ કરો

1100 કર્મચારીઓની છટણી કરશે SWIGGY, કારોબાર પર ખરાબ અસરને કારણે કર્યો નિર્ણય

આગામી 18 મહિના દરમિયાન વ્યવસાયમાં ઉથલપાથલની આશંકાને કારણે કંપની પોતાના કારોબારનો વ્યાપ ઘટાડી રહી છે.

નવી દિલ્હીઃ ફૂડની હોમ ડીલિવરી કરતી કંપની સ્વિગીએ આગામી થોડા દિવસમાં પોતાના અંદાજે 1100 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે, કોરોના વાયરસ સંકટને કારણે તેના વ્યવસાય પર નકારાત્મક અસર પડી રહી છે. માટે તે દેશભરમાં ફેલાયો પોતાની ઓફિસ અને મુખ્ય કાર્યાલયમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડશે. કર્મચારીઓને મોકલ્યો મેલ કર્મચારીઓને મોકલવામાં આવેલ એક ઈ-મેલમાં સ્વિગીના કો ફાઉન્ડર અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રીહર્ષ મજેટીએ કહ્યું, ‘આજે સ્વિગી માટે સૌથી ખરાબ દિવસ છે, કારણ કે અમારે કર્મચારીઓની દુર્ભાગ્યપૂર્ણ છટણીના સમયમાંથી પસાર થવાનું છે.’ તેમણે કહ્યું કે, કોવિડ-19એ કંપનીનો તોડી નાંખી છે અને હજુ પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ કારણે અમારે મજબૂર થઈને કડક પગલા લેવા પડી રહ્યા છે. અમારે ખર્ચ ઓછો કરવાનો છે અને આગળની અનિશ્ચિતતાને જોતા કોઈપણ જોખમથી બચવાનું છે. ક્લાઉડ કિચન પર પડ્યો માર આગામી 18 મહિના દરમિયાન વ્યવસાયમાં ઉથલપાથલની આશંકાને કારણે કંપની પોતાના કારોબારનો વ્યાપ ઘટાડી રહી છે. સાથે જ જોડાયેલ એન્ય કારોબાર બંધ કરી રહી છે. કંપનીના આ પગલાનો સૌથી વધારે માર તેના ખુદના કિચન (ક્લાઉડ કિચન) પર પડ્યો છે. ક્લાઉડ કિચન એવું કિચન છે, જ્યાં ઓનલાઈન ઓર્ડરના આધારે ભોજન બનાવીને ઓનલાઇન માધ્યમથી જ ડિલીવર કરવામાં આવે છે. આ કિચન માટે ખુદનું કોઈ રેસ્ટોરન્ટ હોતું નથી. તેણમે કહ્યું કે, સંકટને કારણે અમારા મુખ્ય વ્યવસાયને ભારે અસર થઈ છે. તેમાં કોઈ શંકા નથી કે હવે અમે ભારતમાં ઈ-કોમર્સ અને હોમ ડીલિવરીમાં પ્રવેશ કરવાના મોડ પર છીએ. આ અમને કરિયાણું અને અન્ય સેવાઓને ચાલુ રાખવાનીતક આપે છે જેના વિશે અમને લાગે છે કે અમે આગળ પણ સારું પ્રદર્શન ચાલુ રાખીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 
EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Embed widget