શોધખોળ કરો

Tax Collection: સરકારનો ભરાયો ખજાનો, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23.5 ટકા વધીને 8.65 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

એડવાન્સ ટેક્સ કલેક્શન પણ 20.7 ટકાના વધારા બાદ 3,55,481 કરોડ રૂપિયા થયું છે.

Direct Tax Collection: દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડા જાહેર કરાયા છે. આ વખતે સરકારી તિજોરીમાં સારો એવો વધારો થયો છે. 1 એપ્રિલ, 2023 થી 16 સપ્ટેમ્બર, 2023 સુધીમાં દેશનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23.5 ટકા વધીને 8.65 લાખ કરોડ રૂપિયા થયું છે. જ્યારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વાર્ષિક ધોરણે 23.5 ટકાનો અદભૂત વધારો જોવા મળ્યો છે, ત્યારે એડવાન્સ ટેક્સ કલેક્શન પણ 20.7 ટકાના વધારા બાદ 3,55,481 કરોડ રૂપિયા થયું છે.                   

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં STT પણ સામેલ

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 4.16 લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેશન ટેક્સ અને 4.47 લાખ કરોડનો વ્યક્તિગત આવકવેરો પણ સામેલ છે, જેમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) પણ સામેલ છે.

1 એપ્રિલ, 2023 થી સપ્ટેમ્બર 16 સુધીમાં પ્રોવિઝનલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8,65,117 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 23.5 ટકાનો શાનદાર ગ્રોથ રહ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 7,00,416 કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારે 16 સપ્ટેમ્બર 2023 સુધી 1,21,944 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કોર્પોરેશન ટેક્સ 4,16,217 કરોડ રૂપિયા હતો, જ્યારે વ્યક્તિગત આવકવેરો 4,47,291 કરોડ રૂપિયા હતો જેમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ સામેલ છે.

આ ડેટા બહાર પાડતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું હતું કે ડાયરેક્ટ ટેક્સ (રિફંડ એડજસ્ટ કરતા પહેલા)નું કુલ કલેક્શન 9,87,061 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષની સરખામણીએ 8,34,469 કરોડ રૂપિયા હતું. આ રીતે 18.29 ટકાનો વધારો જોવા મળ્યો છે.                                   

એડવાન્સ ટેક્સ કલેક્શનમાં પણ 20 ટકાથી વધુનો વધારો થયો

ચાલુ નાણાકીય વર્ષના 16 સપ્ટેમ્બર સુધી પ્રોવિઝનલ એડવાન્સ ટેક્સ કલેક્શન 3,55,481 કરોડ રૂપિયા થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2,94,433 કરોડ રૂપિયા હતું. આ રીતે 20.7 ટકાનો વધારો જોવા મળ્યો છે.                        

સરકારના પ્રયાસોના પરિણામે ટેક્સ કલેક્શનમાં વધારો થયો

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અને એડવાન્સ ટેક્સ કલેક્શનમાં સતત વધારો એ પુરાવો છે કે કરચોરી રોકવાના સરકારના પ્રયાસો ફળ આપી રહ્યા છે અને ટેક્સ કલેક્શન પ્રોસેસમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ તેમાં મદદરૂપ સાબિત થઇ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget