Income Tax E-Filing: ફરી ઈ-ફાઈલિંગ વેબસાઈટ ખોટકાઈ, સરકારે ઈન્ફોસિસને સમસ્યા ઉકેલવા કહ્યું
આવકવેરા વિભાગે ટ્વિટ કરીને લખ્યું છે કે ઈ-ફાઈલિંગ વેબસાઈટના સર્ચ ફંક્શનમાં સમસ્યા અમારા ધ્યાનમાં આવી છે.
Income Tax E-Filing: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં કરદાતાઓને ફરી એકવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
આવકવેરા વિભાગે ટ્વિટ કરીને લખ્યું છે કે ઈ-ફાઈલિંગ વેબસાઈટના સર્ચ ફંક્શનમાં સમસ્યા અમારા ધ્યાનમાં આવી છે. આવકવેરા વિભાગે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ઇન્ફોસિસને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે અને કંપનીએ ખાતરી આપી છે કે તે આ મુદ્દાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવા માટે કામ કરી રહી છે. આવકવેરા વિભાગે પોતાના ટ્વીટમાં ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને પણ ટેગ કર્યા છે.
Issue relating to the search functionality of the e-filing website has come to our notice. The Income Tax Department is seized of the matter. @Infosys has been directed to look into it & @Infosys has confirmed that they are resolving the issue on priority.@SalilParekh
— Income Tax India (@IncomeTaxIndia) June 7, 2022