શોધખોળ કરો

CPSE Multibagger Stocks: આ સ્ટોક્સમાં જોવા મળી જબરદસ્ત તેજી, રોકાણકારાની ખુલ્લી ગઇ કિસ્મત

CPSE Multibagger Stocks: લિસ્ટેડ સરકારી કંપનીઓના મૂલ્યમાં 3 ગણો વધારો થયો છે એટલું જ નહીં, પરંતુ આ સમયગાળા દરમિયાન આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડિવિડન્ડમાં પણ રેકોર્ડ ઉછાળો આવ્યો છે.

CPSE Stocks Turns Multibagger: ભારતીય શેરબજારમાં, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ ઈન્ડેક્સ (CPSE ઈન્ડેક્સ) એ છેલ્લા ત્રણ વર્ષમાં એટલું સારું પ્રદર્શન કર્યું છે કે આ ઈન્ડેક્સે વળતરની દ્રષ્ટિએ બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ-નિફ્ટીને પણ પાછળ છોડી દીધો છે. છેલ્લા ત્રણ વર્ષમાં શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં 3.61 ગણો વધારો થયો છે અને તે રૂ. 12.10 લાખ કરોડથી વધીને રૂ. 43.65 લાખ કરોડ થઈ ગયો છે.

CPSE કામગીરીમાં મજબૂત સુધારો

નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે કે, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝે મૂડી ખર્ચમાં મજબૂત ઉછાળો અને રોકાણકારો માટે ટ્રસ્ટ આધારિત એસેટ સર્જનને કારણે તેમના રોકાણકારો માટે મજબૂત મૂલ્ય બનાવ્યું છે.     

3 વર્ષમાં માર્કેટ કેપ 3.61 ગણી વધી

આ પોસ્ટ અનુસાર, જ્યારે સેન્સેક્સે ત્રણ વર્ષમાં 38.68 ટકાનું વળતર આપ્યું છે, ત્યારે BSE CPSEએ આ સમયગાળામાં 157.22 ટકા વળતર આપ્યું છે. નિફ્ટીએ ત્રણ વર્ષમાં 40.72 ટકા વળતર આપ્યું છે જ્યારે SSE CPSEએ 185.79 ટકા વળતર આપ્યું છે. CPSE સૂચકાંકોએ 7 ઓક્ટોબર 2021 થી 7 ઓક્ટોબર 2024 સુધીના છેલ્લા ત્રણ વર્ષમાં શેરબજારમાં બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, 31 નવેમ્બર 2021 થી 11 ઓક્ટોબર 2024 સુધીના છેલ્લા ત્રણ વર્ષમાં લિસ્ટેડ સરકારી કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12.10 લાખ કરોડથી 3.61 ગણું વધીને રૂ. 43.65 લાખ કરોડ થયું છે.

CPSEએ રૂ. 63,749 કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું

શેરબજારમાં લિસ્ટેડ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના શેરોએ શેરધારકોને માત્ર મજબૂત વળતર આપ્યું નથી, પરંતુ આ કંપનીઓના ડિવિડન્ડથી સરકાર અને રોકાણકારોના ખિસ્સા પણ ભરાયા છે. 2021-22માં સરકારી કંપનીઓએ રૂ. 39,750 કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું, જે 2023-24માં વધીને રૂ. 63,749 કરોડ થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયાના નવા 'કિંગ' બન્યા ગૌતમ અદાણી, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, જાણો સંપત્તિનો આંકડો
એશિયાના નવા 'કિંગ' બન્યા ગૌતમ અદાણી, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, જાણો સંપત્તિનો આંકડો
Gold-Silver Price:અક્ષય તૃતીયા પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Price:અક્ષય તૃતીયા પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Share Market: 'યુદ્ધ પુરૂ થવાની નજીક...' US-ઈરાનમાં શાંતિવાર્તા વચ્ચે શેરબજાર ધરાશાયી, સેન્સેક્સ અને નિફ્ટી બંને ડાઉન
Share Market: 'યુદ્ધ પુરૂ થવાની નજીક...' US-ઈરાનમાં શાંતિવાર્તા વચ્ચે શેરબજાર ધરાશાયી, સેન્સેક્સ અને નિફ્ટી બંને ડાઉન
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 

વિડિઓઝ

Gujarat Weather : ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગની માવઠાની આગાહી
Gujarati Singer Kajal Maheriya Marriage Controversy : હવે સિંગર કાજલ મહેરિયાના લગ્નને લઈ વિવાદ
Hun To Bolish: હું તો બોલીશ: નારી શક્તિને વંદન
Hun To Bolish : હું તો બોલીશ : દારુ પણ નકલી! ઘી પણ નકલી!
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ વહેંચે છે દારુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ
Gujarat Rain: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ
WhatsApp પર ચેટિંગ થઈ જશે વધુ આસાન, સ્પેમ હટાવવા આ કામ કરશે કંપની
WhatsApp પર ચેટિંગ થઈ જશે વધુ આસાન, સ્પેમ હટાવવા આ કામ કરશે કંપની
Gujarat Weather Update: 19 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો, જાણો ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: 19 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો, જાણો ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ
એશિયાના નવા 'કિંગ' બન્યા ગૌતમ અદાણી, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, જાણો સંપત્તિનો આંકડો
એશિયાના નવા 'કિંગ' બન્યા ગૌતમ અદાણી, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, જાણો સંપત્તિનો આંકડો
Iran War: અસીમ મુનીર પહોંચ્યા તેહરાન , જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કરી એક મોટી જાહેરાત
Iran War: અસીમ મુનીર પહોંચ્યા તેહરાન , જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કરી એક મોટી જાહેરાત
MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ
MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Cancelled Train: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે, આ 14 ટ્રેન 30 એપ્રિલ સુધી કરાઇ રદ્દ
Cancelled Train: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે, આ 14 ટ્રેન 30 એપ્રિલ સુધી કરાઇ રદ્દ
Embed widget