શોધખોળ કરો
Advertisement
એરટેલ અને વોડાફોન માટે TRAI લાવ્યું ગુડ ન્યૂઝ, રિલાયન્સ જિયોને આપ્યો મોટો ઝટકો, જાણો વિગત
ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઈન્ટર નેટવર્ક કોલિંગ પર લગાવવામાં આવતા ઈન્ટર કનેક્ટ ચાર્જીસને જાન્યુઆરી, 2020થી ખતમ કરવાનો ફેંસલો મુલતવી રાખ્યો છે. ટ્રાઇ દ્વારા આઈયુસીને એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે અને હવે તેને 2021માં ખતમ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ઈન્ટર નેટવર્ક કોલિંગ પર લગાવવામાં આવતા ઈન્ટર કનેક્ટ ચાર્જીસ (IUC)ને જાન્યુઆરી, 2020થી ખતમ કરવાનો ફેંસલો મુલતવી રાખ્યો છે. ટ્રાઇ દ્વારા આઈયુસીને એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે અને હવે તેને 2021માં ખતમ કરવામાં આવશે. પહેલા આ ચાર્જ જાન્યુઆરી 2020થી ખતમ કરવામાં આવનારા હતા અને ટેલિકોમ ઓપરેટર્સ વચ્ચે તેને લઈ મતભેદ હતા.
ટ્રાઇએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું, વાયરલેસથી વાયરલેસ ડોમેસ્ટિક કોસ્ટ માટે ટર્મિનેશન ચાર્જ 31 ડિસેમ્બર, 2020 સુધી પહેલાની જેમ 6 પૈસા પ્રતિ મિનિટ જ લાગુ રહેશે. 1 જાન્યુઆરી, 2021થી વાયરલેસ ટૂ વાયરલેસ ડોમેસ્ટિક કોલ્સ માટે ઝીરો જ હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતી એરટેલ અને વોડાફોને આઈયુસી ચાલુ રાખવાની અપીલ કરી હતી જ્યારે જિયો આ ચાર્જ ખતમ કરવામાં આવે તેમ ઈચ્છતું હતું.
વોડાફોન અને ભારતી એરટેલ માટે આઈયુસી ચાર્જ શરૂ રહેવા સારા સમાચાર છે. કારણકે બંને કંપનીઓ તે ચાલુ રહે તેમ ઈચ્છતી હતી. રિલાયન્સ જિયો ચાર્જ ખતમ થાય તેમ ઈચ્છતું હતું. કારણકે જિયોના મુકાબલે અન્ય નેટવર્ક્સ પર બીજા નેટવર્ક્સથી આવતા ઈનકમિંગ કોલ્સ વધારે છે. આ પ્રકારે જિયોને બાકી કંપનીઓ કરતા વધારે આઈયુસી ચાર્જ આપવો પડતો હતો. આ કારણે હવે જિયો યુઝર્સ પાસેથી આઈયુસી ચાર્જ લઈ રહ્યું છે.
શું છે આઈયુસી
ઈન્ટરકનેકય યૂઝેસ ચાર્જ એટલે કે આઈયુસી જિયોનું કોલિંગ તમામ નેટવર્ક્સ સાથે ફ્રી ન હોવાનું કારણ છે. એક ટેલિકોમ નેટવર્કથી બીજા નેટવર્ક પર કોલિંગ માટે ટ્રાઇ તરફથી નક્કી કરવામાં આવેલી રકમની ચુકવણી કંપનીઓએ કરવી પડે છે. જે નેટવર્કથી બીજા નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરવામાં આવે છે તેણે બીજા નેટવર્કને આઈયુસી ફી આપવી પડે છે. જેમકે જો એરટેલનો કસ્ટમર જિયો કસ્ટમરને કોલ કરે તો એરટેલ જિયોને આઈયુસી ચાર્જ આપશે, જ્યારે જિયો યૂઝર એરટેલના નંબર પર કોલ કરે તો જિયો પણ એરટેલને આઈયુસી ચાર્જ ચુકવશે.
IND v WI: આવતીકાલે બીજી વન ડે, ભારતે શ્રેણી જીવંત રાખવા મેચ જીતવી જરૂરી
CAA: સુશાંત સિંહની ‘સાવધાન ઈન્ડિયા’માંથી હકાલપટ્ટી, વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં લીધો હતો હિસ્સો
ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion