શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v WI: આવતીકાલે બીજી વન ડે, ભારતે શ્રેણી જીવંત રાખવા મેચ જીતવી જરૂરી
પ્રથમ વન ડેમાં શાનદાર બેટિંગ-બોલિંગ દ્વારા વિન્ડિઝે સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે અને હવે તેમની નજર શ્રેણી જીત છે.
વિશાખાપટ્ટનમઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ચેન્નઈમાં પ્રથમ વન ડેમાં હાર બાદ ભારતીય ટીમ સામે બીજી વન ડેમાં વાપસી કરવાનો પડકાર છે. વિશાખાપટ્ટનમના ડો. વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે બંને ટીમો બીજી વન ડે માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વન ડેમાં શાનદાર બેટિંગ-બોલિંગ દ્વારા વિન્ડિઝે સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે અને હવે તેમની નજર શ્રેણી જીત છે. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં ટકી રહેવા કોઈપણ સંજોગોમાં મેચ જીતવી પડશે.
જો આવતીકાલની મેચમાં પણ ટીમ ઈન્ડિયા યોગ્ય સંયોજન સાથે નહીં ઉતરે તો કોઈ આશ્ચર્યની વાત નહીં હોય. હાલ વેસ્ટ ઈન્ડિઝ વન ડે રેન્કિંગમાં સાતમા નંબર પર છે અને ભારત બીજા નંબર પર છે. ભારતીય બોલરો પ્રથમ વન ડેમાં વિન્ડિઝના બેટ્સમેનોને કાબુમાં રાખી શક્યા નહોતા. સ્પિનરો એકદમ ખર્ચાળ સાબિત થયા હતા. હેટમાયરે ભારતીય સ્પિનરોની સારી ધોલાઈ કરી હતી અને તેમના નામે શરમજનક રેકોર્ડ પણ નોંધાયો હતો.
ભારત બેટિંગ અને બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરી શકે છે પરંતુ સૌથી ચિંતાજનક બાબત ફિલ્ડિંગની છે. T20ની જેમ પ્રથમ વન ડેમાં પણ ભારતની ફિલ્ડિંગ સારી નહોતી રહી. શ્રેયસ ઐયર હેટમાયરનો કેચ છોડ્યો હતો, જે ટીમની હારનું કારણ બન્યો હતો. જ્યારે વિન્ડિઝ પાસે 2006 બાદ ભારતમાં પ્રથમ વખત વન ડે સીરિઝ જીતવાનો મોકો છે. કેરેબિયન ટીમ પોલાર્ડની કેપ્ટનશિપમાં આ ઈતિહાસ રચવાની પૂરી કોશિશ કરશે.
વિન્ડિઝ સામે વન ડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર.
‘યે રિશ્તા’ ફેમ શિવાંગી જોશીનું નવું ફોટોશૂટ થયું વાયરલ, જુઓ તસવીરો
CAA: સુશાંત સિંહની ‘સાવધાન ઈન્ડિયા’માંથી હકાલપટ્ટી, વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં લીધો હતો હિસ્સો
ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion