શોધખોળ કરો
Advertisement
મોબાઇલ નંબર 10 અંકોથી વધારવાને લઇને TRAIએ શું કરી ચોખવટ, જાણો વિગતે
TRAIએ સ્પષ્ટ કર્યુ છે કે તેને માત્ર આ ભલામણ કરી છે કે લેન્ડલાઇનથી કૉલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ શૂન્ય લગાવવામાં આવવુ જોઇએ
નવી દિલ્હીઃ ભારતમાં મોબાઇલ નંબરનો આંકડા 10થી વધારવાને લઇને હવે મોટી ચોખવટ સામે આવી છે, ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાયે)એ કહ્યું કે તેમને 11 અંકોના મોબાઇલ નંબરની કોઇ સૂચના નથી આપી.
TRAIએ સ્પષ્ટ કર્યુ છે કે તેને માત્ર આ ભલામણ કરી છે કે લેન્ડલાઇનથી કૉલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ શૂન્ય લગાવવામાં આવવુ જોઇએ.
TRAIએ કહ્યું કે, તેને ફિક્સ્ડ લાઇનથી મોબાઇલ પર કૉલ કરવા માટે નંબરના આગળ શૂન્ય લગાવવાની ભલામણ કરી છે. આનાથી ભવિષ્યની મોબાઇલ સેવા માટે 254.4 કરોડ વધારાના આંકડાઓના સંશાધન અવેલેબલ થશે. આની ભલામણોમાં કહેવાયુ છે કે દેશમાં 10 અંકોનો મોબાઇલ નંબર ચાલુ રહેશે. આમને સ્પષ્ટ રીતે કહ્યું કે તેના 11 અંકોના મોબાઇલ નંબર લાવવાની કોઇ યોજના નથી.
ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું- TRAIએ 11 અંકોના મોબાઇલ નંબરની કોઇ ભલામણ નથી કરી. માત્ર લેન્ડલાઇનથી મોબાઇલ પર કૉલ કરવાની સ્થિતિમાં મોબાઇલ નંબરના શરૂમાં શૂન્ય લગાવવોનૂ સૂચન આપ્યુ છે. ટ્રાઇએ કહ્યું કે આ ફેરફારથી ભવિષ્યમાં મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબરિંગ સંશાધન ઉપલબ્ધ થઇ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement