Bank Alert: બંધ થઇ શકે છે તમારી UPI આઇડી, 31 ડિસેમ્બર સુધીમાં કરવું પડશે આ કામ
NPCI New Guidelines: તમારા UPI ID ને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે
NPCI New Guidelines: તમારા UPI ID ને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. તમામ બેન્કો અને PhonePe અને Google Pay જેવી થર્ડ પાર્ટી એપ ઉપયોગ ન થતા હોય તેવા UPI ID ને બંધ કરવા જઈ રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તમામ બેન્કો અને થર્ડ પાર્ટી એપ્સને એવા આઈડી બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં એક વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી. આ માટે NPCIએ 31મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. તેથી કોઈપણ સંજોગોમાં આ તારીખ પહેલાં તમારું UPI ID એક્ટિવ કરો. યુપીઆઈ આઈડી બંધ કરતા પહેલા બેન્ક યુઝર્સને ઈમેલ અથવા મેસેજ દ્વારા નોટિફિકેશન મોલશે. NPCIના આ પગલાથી UPI ટ્રાન્ઝેક્શન પહેલા કરતા વધુ સુરક્ષિત બનશે. આ ઉપરાંત ખોટા ટ્રાજેક્શન પણ બંધ થશે.
નવી માર્ગદર્શિકા શું કહે છે?
NPCIની નવી માર્ગદર્શિકા અનુસાર, તમામ થર્ડ પાર્ટી એપ્સ અને PSP બેન્કો કાર્યરત ન હોય તેવા ગ્રાહકોના UPI ID અને તેની સાથે જોડાયેલા મોબાઈલ નંબરની વેરિફિકેશન કરશે. જો એક વર્ષ સુધી આ આઈડીમાંથી કોઈ પણ પ્રકારનું ક્રેડિટ કે ડેબિટ કરવામાં ન આવ્યું હોય તો તેને બંધ કરી દેવામાં આવશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડી વડે ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
ખોટા ટ્રાજેક્શન માટે કોઈ અવકાશ રહેશે નહીં
NPCI એ આવા UPI ID ને ઓળખવા માટે બેન્કો અને થર્ડ પાર્ટી એપ્સને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ નવી માર્ગદર્શિકા દ્વારા, NPCI એ સુનિશ્ચિત કરવા માંગે છે કે પૈસા ખોટી વ્યક્તિને ટ્રાન્સફર ન થાય કે તેનો દુરુપયોગ ન થાય. તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
મોબાઈલ નંબર બદલવામાં મુશ્કેલી આવે છે
ઘણી વખત લોકો પોતાનો મોબાઈલ નંબર બદલી નાખે છે અને તેની સાથે સંકળાયેલ UPI આઈડી બંધ કરવાનું ભૂલી જાય છે. નંબર ઘણા દિવસોથી બંધ હોવાને કારણે તે અન્ય કોઈ દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે. પરંતુ, આ નંબર સાથે માત્ર જૂનું UPI ID જ લિંક રહે છે. આવી સ્થિતિમાં ખોટા ટ્રાજેક્શનની શક્યતા અનેકગણી વધી જાય છે.