શોધખોળ કરો
Vodafone Ideaના યૂઝર્સને માત્ર 799 રૂપિયામાં મળશે સ્માર્ટફોન ઘરે લઈ જવાની તક
ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમેટેડે Home Credit India સાથે ભાગીદારી કરી છે. આ એક ઈન્ટરનેશનલ કન્ઝ્યૂમર ફાઈનાન્સ પ્રોવાઈડર કંપની છે. આ ભાગીદારીના કારણે યૂઝર્સ સ્માર્ટફોન સરળતાથી ખરીદી શકશે.
મુંબઈ: ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમેટેડે Home Credit India સાથે ભાગીદારી કરી છે. આ એક ઈન્ટરનેશનલ કન્ઝ્યૂમર ફાઈનાન્સ પ્રોવાઈડર કંપની છે. આ ભાગીદારીના કારણે યૂઝર્સ સ્માર્ટફોન સરળતાથી ખરીદી શકશે. બંને કંપનીઓએ એક સ્કિમ લોન્ચ કરી છે જેનાથી યૂઝર્સ માત્ર 799 રૂપિયા ડાઉનપેમેન્ટ ભરી સ્માર્ટફોનની ખરીદી શકશે. આ સાથે જ યૂઝર્સને 180 દિવસનો એડ ઓન બેનિફિટ પણ આપવામાં આવશે. આ ભાગીદારીનો લક્ષ્યાંક યૂઝર્સને 4G નેટવર્ક સાથે જોડવાનો છે.
વોડાફોન અને આઇડિયા યૂઝર્સ માત્ર 799 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે પ્રારંભિક કિંમતનો ફોન ખરીદી શકશે. બીજી તરફ, ગ્રાહકોને ફોન સાથે અમર્યાદિત કોલિંગ, 1.5 GB ડેટા અને દિવસના 100 SMS મળશે. આ ડેટા પ્લાનની અવધિ 180 દિવસ છે.
આ પ્લાનમાં કયા-કયા સ્માર્ટફોન લિસ્ટ કરવામાં આવ્યા છે તેની જાણકારી નથી આવી પરંતુ Vodafone Idea કંપનીએ કહ્યું કે ઘણા લોકપ્રિય સ્માર્ટફોનને આ પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement