શોધખોળ કરો
Advertisement
તમારું ખાતું Yes Bankમાં છે તો આ વાતો પર ધ્યાન આપવું જરૂરી છે
જો તમારો પગાર 50 હજાર રૂપિયાથી વધારે છે તો તમને મુશ્કેલી થઈ શકે છે. પરંતુ તેનાથી ઓછો પગાર છે તો હેરાન થવાની જરૂરત નથી.
નવી દિલ્હીઃ Yes Bankના ખાતાધારકો માટે ઉપાડની મર્યાદા 50 હજાર રૂપિયા નક્કી કર્યા બાદ હવે ગ્રાહકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માસિક હપ્તા અને વીમા પ્રીમિયમની ચૂકવણી સહિત અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માટે Yes Bankના ખાતાધારકોએ આ વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- ગ્રાહક બચત, એફડી અને ચાલુ ખાતા એમ તમામ ખાતામાંથી કુલ મળીને 50 હજાર રૂપિયા એક મહિનામાં ઉપાડી શકશે. બેંકને નવી લોન આપવા અને જમા લેવા પર હાલમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માટે કોઈ તમને નવી લોન અપાવવની વાત કરે તો સાવધાન થઈ જવું. તેને તાત્કાલી ના પાડી દેવી.
- જો તમારો માસિક હપ્તો અને વીમા પ્રીમિયમની રકમ 50 હજાર રૂપિયાથી ઓછી છે તો ચિંતા કરવાની જરૂરત નથી. પરંતુ જો તેનાથી વધારે રકમ હોય તો બીજી બેંકમાં ખાતું ખોલાવીને તમે પેમેન્ટ કરી શકો છો. કારણ કે Yes Bankમાં આ રકમ બાઉન્સ થઈ જશે જેના કારણે તમને પેનલ્ટી પણ લાગી શકે છે.
- જો તમારો પગાર 50 હજાર રૂપિયાથી વધારે છે તો તમને મુશ્કેલી થઈ શકે છે. પરંતુ તેનાથી ઓછો પગાર છે તો હેરાન થવાની જરૂરત નથી.
- સેલેરી એકાઉન્ટ માટે તમારી કંપનીને કોઈ અન્ય બેંકમાં ખાતું ખોલવા માટે કહી શકો છો.
- જો તમે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે અને તેના રૂપિયા Yes Bankમાં આવે છે તો તરત જ મ્યૂચ્યુઅલ ફંડ કંપનીને તેની જાણકારી આપો.
- મ્યૂચ્યુઅલ ફંડ કંપનીને કહો કે તમારા રૂપિયાની લેવડ દેવડ તમારા અન્ય બેં ખાતાથી કરે. તમે મ્યૂચ્યુઅલ ફંડ કંપનીને તમારાં બીજા બેંક એકાઉન્ટની જાણકારી આપો.
- બેંકે સ્પષ્ટ કર્યું છે કે, તેના ગ્રાહક મેડિકલ ઇમરજન્સી, એજ્યુકેશન ફીસ અથવા ઘરમાં લગ્ન થવા પર 5 લાખ રૂપિયા ઉપાડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement