Zomatoનો IPO 19-22 જુલાઈની વચ્ચે ખુલશે, 70-72 રૂપિયા પ્રતિ શેર ઇશ્યૂ પ્રાઈઝ હોઈ શકે છે
ઝોમેટોએ હાલમાં જ 55-60 રૂપિયાના મૂલ્ય પર શેર વેચીને ફંડ મેળવ્યું હતું.

ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPOની તારીખ નક્કી થઈ ગઈ છે. કંપનીનો ઈશ્યૂ 19-22 જુલાઈની વચ્ચે આવશે. તેના એક શેરની કિંમત 70-72 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. 21 જુલાઈના રોજ બકરીઈદ હોવાને કારણે ઇશ્યૂ 4 દિવસ સુધી ખુલો રહેશે. કંપની આ આઈપીઓ દ્વારા 9375 કરોડ રૂપિયા એકત્ર કરશે.
ફેસ વેલ્યૂ 1 રૂપિયા હશે
આ શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયા હશે. રિટેલ અને એચએનઆઈ માટે 25 ટકા હિસ્સો અનામત છે. અપર લિમિટ એટલે કે 72 રૂપિયા પ્રમાણે કંપનીની વેલ્યૂએશન 56200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઝોમેટોનો આઈપીઓ માટે એપ્રિલમાં સેબી પાસે ડ્રાફ્ટ જમા કરાવ્યો હતો અને વિતેલા સપ્તાહે તેને મંજૂરી મળી ગઈ હતી.
આ છે શેર હોલ્ડર
આ કંપનીમાં અન્ય શેર હોલ્ડરમાં ઉબર, અલીપે, એન્ટફિન સિંગાપુર, ઇન્ટરનેટ ફંડ, એસબીઆઈ ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ અને તેના સહ સંસ્થાપક દિપિંદર ગોયલ છે. તમામમની પાસે 6-6 ટકાથી વધારે હિસ્સેદારી છે. આમ તો અનલિસ્ટેડ બજારમાં એટલે કે ગ્રે માર્કેટમાં આ શેરની કોઈ વધારે માગ નથી. ગ્રે માર્કેટમાં આ શેરની પ્રાઈજ 78 રૂપિયા આસપાસ બોલાઈ રહી છે. એટલે કે 10-12 ટકા ઉચળીને કારોબાર કરી રહ્યો છે. જેના કારણે આ શેરમાં સારા લિસ્ટિંગ અને નફાની આશા નથી.
55-60 રૂપિયામાં વેચ્યો હતો શેર
ઝોમેટોએ હાલમાં જ 55-60 રૂપિયાના મૂલ્ય પર શેર વેચીને ફંડ મેળવ્યું હતું. ત્યારે તેની વેલ્યૂએશન 40 હજાર કરોડ રૂપિયા હતી. હાલમાં તે 56 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપની IPOમાંથી મળેલ રૂપિયામાંથી 5625 કરોડ રૂપિયા કંપનીને આગળ વધારવા ને અન્ય કંપનીઓ ખરીદવામાં વાપરશે. તેની કુલ આવક નાણાંકીય વર્ષ 2018માં 487 કરોડ રૂપિયા હતી જે 2020-21માં વધીને 2743 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપની હાલમાં 2385 કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહી છે.
આ કંપનીનું પણ ઝોમેટોમાં છે રોકાણ
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર ઝોમેટોમાં કોરા મેનેજમેન્ટ, ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ, ફિડેલિટી સહિત ઇન્ફોએજનું રોકાણ છે. તેમાં સૌથી મોટી હિસ્સેદારી (18.4 ટકા) ઇન્ફો એજની છે. જે ઓફર ફોર સેર દ્વારા 375 કરોડ રૂપિયાના શેર વેચશે. કંપની પહેલા ઝોમેટામાં 750 કરોડ રૂપિયાનો OFS લાવવાની હતી.

