કેન્દ્રની ગુજરાતને ભેંટ, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગત
ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની સાથે કેન્દ્ર સરકારે રાજ્ય માટે એક મહત્વનો નિર્ણય લેતા. કેન્દ્ર સરકાર 25 ફાર્મસી કોલેજને મંજૂરી આપી છે. 25 નવી કોલેજનો મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે
![કેન્દ્રની ગુજરાતને ભેંટ, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગત central government has given approval to Gujarat for 25 pharmacy colleges કેન્દ્રની ગુજરાતને ભેંટ, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/ee00bc0cab42ff1b47d5f76f5a2ed7a7167073314826381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની સાથે કેન્દ્ર સરકારે રાજ્ય માટે એક મહત્વનો નિર્ણય લેતા. કેન્દ્ર સરકાર 25 ફાર્મસી કોલેજને મંજૂરી આપી છે. 25 નવી કોલેજનો મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં અને ભાજપની ફરી સત્તા પર વાપસી થતાં કેન્દ્રે ગુજરાતને એક ભેટ આપી છે. 25 નવી ફાર્મસી કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતમાં ફાર્મસીની કોલેજની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને એડમિશન માટે પારાવાર મુશ્કેલી પડતી હતી. કેન્દ્રે આ મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 કોલેજ બેચરલ ઓફ ફાર્મસી અને 7 કોલેજ ડિપ્લોમા ઇન ફાર્મસીની છે. આ સાથે 1000 કરતા વધુ અને ડિપ્લોમા ઇન ફાર્મસીની 400 બેઠક વધારવામાં આવી છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોલેજની મર્યાદિત સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. આ હાલ આ કોર્ષ વધુ કરતા હોવાથી આ નિર્ણય લેવો જરૂરી હતી. હવે ફાર્મસીમાં અભ્યાસ કરવા ઇચ્છતાં વિદ્યાર્થીએ અભ્યાસ અર્થે બહાર નહીં જવું પડે.
Gujarat: કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં સતત ઠંડીનો પારો ગગડ્યો, છ શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીને નીચે પહોંચ્યો
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યના છ શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે. જ્યારે ચાર શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. નવ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીની વાત કરીએ તો નલિયા બાદ કેશોદમાં ઠંડીનો પારો 12.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે ડીસામાં ઠંડીનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વલસાડ, ભૂજ, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે.
સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 14.4 ડિગ્રીને આંબી ગયો છે. તો અમરેલીમાં ઠંડી 14.4 ડિગ્રી નોંધાઈ હતી. અમદાવાદમાં ઠંડીના પારો 14.7 ડિગ્રી, ભાવનગરમાં 14.8 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 15.5 ડિગ્રી પર પહોંચ્યો છે.. સુરતમાં ઠંડીનો પારો 18.2 ડિગ્રી પર પહોંચ્યો છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ ભારે બરફવર્ષાની આગાહી છે. જેના કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે કાશ્મીરમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કશ્મીના નમર્ગમાં ભારે હિમવર્ષાના કારણે વાતાવરણ ખીલી ઉઠ્યું છે સોનમર્ગમાં અંદાજે 9 ઈંચથી વધુ બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે બરફવર્ષા થવાનો અંદાજ છે. શ્રીનગર-લેહ હાઈવે કરાયો બંધ કરાયો છે. શોપિયાં અને રાજોરી-પૂંછને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સાયક્લોન Mandousની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)