Spy Balloon: હવામાં બલૂનને તોડી પાડવા પર ચીન લાલચોળ, અમેરિકાને આપી ધમકી, આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન, કહ્યું- અમે પણ...
China on Balloon: બલૂનને તોડી પાડવા પર ચીને અમેરિકાને ચેતવણી આપી છે કે તે તેના હિતોની મજબૂતીથી રક્ષણ કરશે. અમેરિકન ફાઈટર જેટે જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે.
China over US Shot Down Spy Balloon: અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. આ દરમિયાન બલૂન શૂટડાઉન પર ચીન તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ચીને અમેરિકાના બલૂનને તોડી પાડવાના પગલાનો સખત વિરોધ કર્યો છે. ગ્લોબલ ટાઈમ્સે ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું છે કે અમેરિકાએ બલૂનને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
ચીને અમેરિકાને આપી ધમકી
અમેરિકાએ કેરોલિના કિનારે ચીનના જાસૂસી બલૂનને મિસાઈલ વડે તોડી પાડ્યું છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બલૂનને તોડી પાડવા માટે યુએસ દ્વારા સૈન્ય બળના ઉપયોગ સામે ચીન પોતાનો સખત અસંતોષ અને વિરોધ વ્યક્ત કરે છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે સ્પષ્ટપણે ઈચ્છે છે કે અમેરિકા આ ઘટનાને શાંત, વ્યાવસાયિક અને સંયમિત રીતે સંભાળે. અમેરિકાને ચેતવણી આપતા ચીને કહ્યું કે ચીન તેના હિતોની મજબૂતીથી રક્ષણ કરશે.
ચીને અમેરિકાને ધમકી આપી
બલૂનને તોડી પાડયા બાદ ચીન ગુસ્સે છે. ગ્લોબલ ટાઈમ્સે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે, "અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે." ચીન તેના કાયદેસરના અધિકારો અને હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે, જ્યારે જરૂરી હોય તો આગળ જવાબ આપવાનો અધિકાર અનામત રાખશે.
અમેરિકાએ જાસૂસી બલૂનને તોડી પાડ્યું
યુએસ પ્રમુખ જૉ બિડેને બુધવારે બલૂનને મારવાનો આદેશ જારી કર્યો હતો, પરંતુ પેન્ટાગોને જમીન પર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી રાહ જોવાની ભલામણ કરી હતી. પેન્ટાગોને કહ્યું હતું કે બલૂનનો કાટમાળ જમીન પર રહેલા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકન એફ-22 ફાઇટર જેટે પાછળથી કેરોલિના કિનારે જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેને આ માટે પેન્ટાગોનને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: Watch: અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું જાસૂસી બલૂન... કાટમાળની તપાસ, બંને દેશો વચ્ચે વધ્યો તણાવ
America Shot Down Chinese Spy Balloon: અમેરિકાએ ચીનના સ્પાય બલૂનને લઈને મોટી કાર્યવાહી કરી છે. ચીની જાસૂસી બલૂન જેના પર જિનપિંગને ગર્વ હતો તે એટલાન્ટિક મહાસાગરમાં ટુકડા થઈ ગયુ છે. અમેરિકાના આકાશમાં ચીનનો જાસૂસી બલૂન હવે ઈતિહાસ બની ગયો છે. યુએસ એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું. તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને નીચે પાડી દીધુ જેના પર ચીનને ગર્વ હતો.
અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું જાસૂસી બલૂન
બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેની એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને દેખરેખના સાધનો હતા. જ્યારે તોડી પાડવામાં આવે ત્યારે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ.
અમેરિકાએ જાસૂસ બલૂનના ભાગો એકત્રિત કર્યા
જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. હવે અમેરિકા આ જાસૂસી બલૂનના ભાગોને સમુદ્રમાંથી એકત્ર કરી રહ્યું છે જેથી કરીને તે ચીનના ષડયંત્રના તળિયે જઈને પુરાવા સાથે ચીનને ભીંસમાં લઈ શકે. F-22 ફાઈટર જેટમાંથી છોડવામાં આવેલી મિસાઈલ દ્વારા આ બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું.
F-22 ફાઈટર જેટની તાકાત
F-22 ફાઈટર જેટ તેની વિનાશક ક્ષમતા માટે વિશ્વભરમાં રેપ્ટર તરીકે ઓળખાય છે. રેપ્ટરનો પાઇલટ જાણતો હતો કે તે એક ખાસ મિશન પર જઈ રહ્યો છે અને તે જે કરવા જઈ રહ્યો છે તે બે વૈશ્વિક શક્તિઓ વચ્ચેના તણાવને વધારશે. જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર રેપ્ટરની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસને તોડી નાખ્યું હતું
બલૂનનો ઉપયોગ હવામાન સંબંધિત સંશોધન કાર્ય માટે થયેલો : ચીન
પેન્ટાગોને દાવો કર્યો હતો કે ચીન આ બલૂન દ્વારા જાસૂસી કરી રહ્યું છે. સ્પષ્ટતા આપતા ચીને કહ્યું હતું કે તે સિવિલ બલૂન છે અને તેનો ઉપયોગ હવામાન સંબંધિત સંશોધન કાર્ય માટે કરવામાં આવી રહ્યો છે.