Accident: ચોટીલા -રાજકોટ હાઇવે દુર્ઘટના, ટ્રક ડ્રાઇવર અને ક્લિનરનું આ કારણે ઘટનાસ્થળે જ મોત
રાજકોટ નજીક હાઇવે પર ટ્રક ડ્રાઇવર અને ક્લિનરનું દુર્ઘટનાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું છે. બંનેના ટ્રક પર ઢળી પડ્યાં હતા.
ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક ઉપર દોરડું બાંધી રહેલા ડ્રાઈવર અને ક્લિનરને વીજ શોક લાગતા મોત થયું છે.બંનેના વીજ વાયરને અડકી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલ રાજસ્થાની હોટલ નજીકની ઘટના બની હતી. ઘટના અંગે જાણ થતાં નાની મોલડી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક ડ્રાઈવર અને ક્લીનર રાજસ્થાનના ઝાલોદના વતની હોવાનું સામે આવ્યું છે.
તો વડોદરાના કરજણના કંબોલા નજીક પણ અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું હતું, વડોદરાના કરજણના કંબોલા નજીકથી અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેનનો પ્રોજેકટ પસાર થાય છે. જે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં ખામી સર્જાતા ક્રેન ધરાશાયી થઇ હતી અને 1 શ્રમિકનું મોત થયું હતું. જ્યારે 7ને ઇજા પહોંચી હતી.અકસ્માતની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા કરજણ ફાયર વિભાગ યુદ્ધના ધોરણે બનાવ સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આધુનિક હાઇડ્રોલિક મશીનો દ્રારા ક્રેન નીચે ફરાયેલા કામદારોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી દબાયેલા કામદારોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગે બહાર કાઢેલા ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર , કરજણ પ્રાઇવેટ હોસ્પિટલ, વડોદરા સારવાર હેઠળ ખસેડ્યા હતા.
જ્યારે અકસ્માત ઘટનાની જાણ થતાં રૂરલ ડી.વાય.એસ.પી. આકાશ પટેલ સહિત કરજણ પોલીસ કાફલો, કરજણ SDM, મામલતદાર, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળકાય ક્રેઇન મારફતે ગાર્ડર ગોઠવવાની કામગીરી ચાલીરહી હતી. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો
Weather Update: ફરી બદલ્યો મૌસમનો મિજાજ, દેશના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ
Rain Update: ગુજરાતમાં આજે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot News: ગણેશ મહોત્સવને લઇને જાહેરનામું, આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પાલન