Karnataka Budget 2024: CM સિદ્ધારમૈયાએ ખોલ્યો પિટારો, રજૂ કર્યું બેજટ, અલ્પસંખ્યક માટે મોટી જાહેરાત
શુક્રવારે (16 ફેબ્રુઆરી, 2024) કર્ણાટકમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું. સીએમ અને નાણામંત્રી સિદ્ધારમૈયાએ આ સમયગાળા દરમિયાન વિકાસ પર મહત્તમ ભાર મૂક્યો હતો.
Karnataka Budget 2024: શુક્રવારે (16 ફેબ્રુઆરી, 2024) કર્ણાટકમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ અને નાણામંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, "રાજ્યમાં આ વર્ષે 7.50 કરોડ રૂપિયાના ખર્ચે 50 કેફે સંજીવની શરૂ કરવામાં આવશે, જેનું સંચાલન મહિલાઓ કરશે. આ કેન્ટીન સ્વચ્છ, આરોગ્યપ્રદ સેવાઓ પ્રદાન કરશે. જે ગ્રામીણ વિસ્તારોમાં સસ્તું પરંપરાગત ભોજન પૂરું પાડશે."
Karnataka CM and Finance Minister Siddaramaiah says, "50 women-run cafes with the name of Cafe Sanjeevini will be launched across the State during this year for Rs 7.50 crore. These canteens will cater to the demand and supply gap in rural areas for healthy, hygienic and… https://t.co/1pYQB4dVxl
— ANI (@ANI) February 16, 2024
નહેરોના વિકાસ માટે 2 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે
આ બજેટમાં, રાજ્ય સરકારે વરુણા વિધાનસભા ક્ષેત્રમાં નહેરોના વિકાસ માટે ₹2,000 કરોડની ફાળવણી કરી છે. કલબુર્ગી શહેરમાં પીવાના પાણીના પુરવઠા માટે ભીમા અને કાગીના નદીઓનું પાણી બેને થોરા જળાશયમાં ભરવા માટે ₹365 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં જળ સંસાધનોના વિકાસ માટે ફાળવણીની જાહેરાત કરતા, સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, "ચાલુ નાણાકીય વર્ષમાં પીવાના પાણી અને આંતર-પાણી વિકાસ માટે કોપ્પલ જિલ્લાના યાલાબુર્ગા-કુકનૂર તાલુકાના 38 તળાવો ભરવાના પ્રોજેક્ટ માટે ₹970 કરોડ." રૂ.નું બજેટ ફાળ્વ્યું છે
કર્ણાટક સરકાર પાંચ 'ગેરંટી' દ્વારા કરોડો લોકોના હાથમાં 52,000 કરોડ રૂપિયા આપી રહી છે.
આબકારી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ ડિજિટલાઈઝ કરવામાં આવશે. ઈન્ડિયા મેઈડ લિકર (IML) અને બીયર માટે ટેક્સના દરોમાં સુધારો કરવામાં આવશે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ઊર્જા ક્ષેત્ર માટે 23,159 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. APMC એક્ટમાં સુધારો કરવામાં આવશે.
કૃષિ ભાગ્ય યોજના હેઠળ, ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે ₹200 કરોડ ફાળવવામાં આવ્યા છે.
દુષ્કાળની ગંભીરતા ઘટાડવા માટે, 20 કરોડના ખર્ચે મીની ચારા કીટ આપવામાં આવી છે.
પ્રવાસન નીતિ જે અગાઉ 2020-2025 સમયગાળા માટે બનાવવામાં આવી હતી તે વધુ પ્રવાસીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે 2024-2029 માટે સુધારવામાં આવશે.
એડવેન્ચર ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે, PPP મોડલ હેઠળ દસ પ્રવાસન સ્થળો પર કેબલ કાર રોપવે સ્થાપિત કરવામાં આવશે.
ભારત સરકારના સહયોગથી બેંગલુરુમાં સાયન્સ સિટીની સ્થાપના કરવામાં આવશે, જેનો કુલ ખર્ચ રૂ. 233 કરોડ થશે.
જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ, બેંગલુરુ ઉત્તર તાલુકામાં ઉપલબ્ધ 70 એકર જમીન પર આધુનિક અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથેનું સ્પોર્ટ્સ સિટી પણ સ્થાપિત કરવામાં આવશે.
સરકાર કરોડો લોકોને 52,000 કરોડ રૂપિયા આપી રહી છે
તેમણે કહ્યું કે પાંચ ગેરંટી યોજનાઓ દ્વારા સરકાર 2024-25 દરમિયાન કરોડો લોકોને 52,000 કરોડ રૂપિયા આપી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગેરંટી યોજનાઓ દ્વારા દર વર્ષે સરેરાશ 50,000 થી 55,000 રૂપિયા દરેક પરિવારને ટ્રાન્સફર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ગેરંટી યોજનાઓના અમલીકરણની સમગ્ર વિશ્વ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ વિરોધીઓની ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેઓ નકારાત્મક પ્રચાર કરીને તેમના વહીવટનું મનોબળ ખતમ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.