શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: મોદી સરકારે કોરોના રસીની કિંમતને લઇને શું કરી સૌથી મોટી જાહેરાત? જાણીને થઈ જશો ખુશ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણની રફ્તાર ધીમી પડી છે. સતત 13 દિવસથી 25 હજારથી ઓછા અને 22માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
નવી દિલ્હીઃ ભારત દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશન અભિયાનની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને સરકારની તરફથી ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે. વેક્સીન કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તેની ખાસ તૈયારી થઈ છે. જેમાં રોજ 100 લોકોને વેક્સીન આપવાની તૈયારી છે. ગુજરાત, પંજાબ, આસામ, આંધ્રપ્રદેશમાં ડ્રાય રનનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોરોના રસીને લઇ મોટું નિવેદન આપ્યું છે.
કોરોના રસી દિલ્હીમાં ફ્રી હશે, શું તેવી જ રીતે તમામ રાજ્યોમાં પણ ફ્રી હશે ? તેવો સવાલ પૂછવામાં આવતાં ડો. હર્ષવર્ધને કહ્યું, કોરોના વેક્સીન દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં ફ્રી હશે. પ્રથમ તબક્કામામાં 1 કરોડ હેલ્થવર્કર અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કરને ફ્રી રસી આપવામાં આવશે. જુલાઈ સુધીમાં 27 કરોડને ફ્રી રસી અપાશે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ધીમી પડી છે. સતત 13 દિવસથી 25 હજારથી ઓછા અને 22માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,079 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 224 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે, 22,926 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડ ત્રણ લાખ થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 49 હજાર 218 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 50 હજાર પર આવી ગયા છે. અત્યાર સુધી 99 લાખ 6 હજાર લોકો કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
ICMR અનુસાર, એક જાન્યુઆરી સુધી કોરોના વાયરસના કુલ 17 કરોડ 39 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8.29 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. દેશમાં પોઝિટિવીટી રેટ સાત ટકા છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાંથી 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement