યુવકે 24 કલાકમાં દસ વાર લીધી કોરોનાની રસી,જાણો શું છે કારણ ? સરકારે શું કરી જાહેરાત ?
એક વ્યક્તિએ 24 કલાકમાં એક કે બે વખત નહીં પરંતુ દસ વખત કોવિડની રસી લીધી હોવાનું સામે આવ્યું છે. ધટના ન્યુઝિલેન્ડની છે
કોરોનાની મહામારીથી બચવા માટે રસી જ એક સક્ષમ હથિયાર છે. આ સ્થિતિમાં કોવિડની રસી લેવા પર ભાર મુકવામાં આવે છે પરંતુ આ બધા જ વચ્ચે એક ચોકાવનારો સમાચાર આવ્યાં છે. જેમા એક જ વ્યક્તિ એક કે બે વખત નહીં પરંતુ દસ વખત રસી લીધી છે. શું છે મામલો જાણીએ
એક વ્યક્તિએ 24 કલાકમાં એક કે બે વખત નહીં પરંતુ દસ વખત કોવિડની રસી લીધી હોવાનું સામે આવ્યું છે. ધટના ન્યુઝિલેન્ડની છે. ન્યુઝિલેન્ડ સ્વાસ્થ્યમ મંત્રાલયે આ ઘટનાની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિએ આ માટે અનેક વખત વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી
ન્યુઝિલેન્ડ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આ સ્થિતિમાં અમે ચિંતિત છીએ અને તે તેના પર કામ પણ કરી રહ્યું છે કે એક દિવસમાં આટલા ડોઝ લેવાથી શું થઇ શકે. જો કે ઓકલેન્ડ યુનિવર્સિટીના પ્રોફસરે ટર્નરે જણાવ્યું કે, એક દિવસમાં વેક્સિન લેવાનો કોઇ ડેટા નથી.
નિષ્ણાતોના મત મુજબ એક જ દિવસમાં એકથી વધુ વેક્સિન ચિંતાના વિષય ચોક્કસ છે. જો કે હજુ તેના પર કોઇ અભ્યાસ નથી થયો કે તેની આડઅસર શરીર પર શુ થઇ શકે પરંતુ એક્સપર્ટે આ મુદ્દે આપેલા તારણ મુજબ આટલા ટૂંકાગાળામાં એકથી વધુ વેક્સિન શરીરમાં દુષ્પ્રભાવ જરૂર સર્જી શકે છે.
કેટલીક વખત લોકો અન્યના આઇડીકાર્ડનો લાભ લઇને પણ એકથી વધુ વખત વેક્સિન લેતાં હોય છે પરંતુ સ્વાસ્થ્યમંત્રાલયે તાકીદ આપી છે કે,. જો આવા કોઇ કિસ્સા ધ્યાનમાં આવે તો સરકારે તેની સૂચના સ્વાસ્થ્ય કેન્દ્રને આપવાનો અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?