Assam Tamil Nadu Elections: અસમ, તમિલનાડુના રાજ્યની રાજ્યસભાની બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર
Assam Tamil Nadu Biennial Elections: ચૂંટણી પંચે તમિલનાડુ અને આસામમાં યોજાનારી પેટાચૂંટણીઓની તારીખ જાહેર કરી છે.

Assam Tamil Nadu Biennial Elections: ચૂંટણી પંચે તમિલનાડુ અને આસામમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. આસામની 2 રાજ્યસભા બેઠકો અને તમિલનાડુની 6 રાજ્યસભા બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. ચૂંટણી 19 જૂને યોજાશે. મતગણતરી પણ 19 જૂને થશે.
આસામમાંથી 2 અને તમિલનાડુમાંથી 6 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. આસામના મિશન રંજન દાસ અને બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય 14 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે તમિલનાડુમાંથી, અંબુમણિ રામદાસ, એમ. શનમુગમ, એન. ચંદ્રશેખરન, એમ. મોહમ્મદ અબ્દુલ્લા, પી. વિલ્સન અને થિરુ વૈકો 24 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે.
ગણતરી ક્યારે થશે?
આસામ અને તમિલનાડુમાં યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂન (સોમવાર) ના રોજ બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 9 જૂન (સોમવાર) છે. નામાંકનની ચકાસણી 1૦ જૂન (મંગળવાર) સુધી કરવામાં આવશે. જો કોઈ ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચવા છેલ્લી તારીખ 12 જૂન સુધી તેમ કરી શકે છે. ચૂંટણી 19 જૂને યોજાશે. મતગણતરી પણ 19 જૂને થશે.
તો બીજી તરફ ગુજરાતની વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પણ પેટા ચૂંટણીની તારીખ જાહેર થઇ છે. વિસાવદર,કડી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેરાત થઇ ગઇ છે. 19 જૂને બંને ખાલી પ઼ડેલી આ બેઠક પર ચૂંટણી યોજાશે, વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાશે. 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો 2 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશ., 23 જૂને પેટાચૂંટણીના પરિણામો આવશે.
નોંધનિય છે કે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદરની વિધાનસભાની બેઠક ખાલી પડી હતી, ભૂપત ભાયાણી AAPમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. તો કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠક પર AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાન ઉતાર્યાં છે. હવે કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહી તેને લઈને આજે AAPની બેઠક યોજાશે. AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહી તેને લઈ બેઠક કરીશું અને હી તેને લઈ 2 દિવસમાં નિર્ણય લઈશું.
ઉલ્લેખનિય છે કે, હર્ષદ રિબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટાચૂંટણી અટવાઈ હતી. વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ નક્કી છે. વિસાવદરમાં AAP-કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.કોંગ્રેસ અને AAPએ ગઠબંધન નહી કરવાની જાહેરાત કરી છે.આ બધાની વચ્ચે હર્ષદભાઈ રિબડિયાએ મોટું નિવેદન આપ્યુ છે, તેમણે જણાવ્યું કે, પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી છે અને તેમણે આ બેઠક પર ભાજપની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે





















