શોધખોળ કરો

રીલ માટે મૌતની રમત! રેલના પાટા નીચે યુવક સૂઈ ગયો ઉપરથી પસાર થઈ ટ્રેન, જુઓ Video

Viral Video: રીલ બનાવવામાં અવારનવાર લોકો દુર્ઘટનાનો શિકાર બનતા રહે છે. તેમ છતાં લોકો ખતરનાક સ્ટંટ કરી રીલ બનાવે છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે.

Viral Video: હાલમાં લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કોઈપણ હદ સુધી જાય છે. આ માટે લોકો સ્ટંટ અને ખતરનાક રીલ્સ બનાવે છે. રીલ બનાવવાની આ લતને કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં ખતરનાક રીલ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. આવો જ એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રેલવે ટ્રેકની નીચે સૂઈને રીલ બનાવતો જોવા મળી રહ્યો છે. રેલવે દ્વારા આવા લોકો સામે ઘણી વખત કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ લોકો તેમની આવી હરકતો છોડવાનું નામ નથી લેતા.

રેલ્વેના પાટા નીચે રીલ બનાવી યુવકે

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રીલ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પુલ પર આવી રીલ બનાવી રહ્યો છે. આ વ્યક્તિ રેલવે ટ્રેક નીચે સૂઈને પોતાના બંને હાથ માથા નીચે રાખે છે. ત્યારે જ ટ્રેન ત્યાંથી તેજ ગતિએ પસાર થાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના વીડિયો બનાવી રહ્યો છે. ભૂતકાળમાં રીલ બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવીને એક વ્યક્તિનું મોત થયું હતું. આમ છતાં લોકો ટ્રેનની આસપાસ આવી રીલ બનાવતા જોવા મળે છે.

લોકો રીલ માટે કંઈપણ કરશે

વાયરલ વીડિયો ક્યાંનો છે તે ખબર નથી પણ લોકો આવો વીડિયો બનાવી રહ્યા છે જે સદંતર ખોટો છે, રેલ્વે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવું કરતા પહેલા સો વખત વિચાર કરે.

યુઝર્સે કાર્યવાહીની માંગ કરી હતી

આ વીડિયો ટ્વીટ કરીને આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે આવા લોકોને પકડીને જેલમાં નાખવાની જરૂર નથી, બલ્કે તેમને બોર્ડર પર મોકલીને તેનો ઉપયોગ કરવો જોઈએ. જો કે ઘણા યુઝર્સે તેમની કોમેન્ટમાં રેલવેને આ અંગે પગલાં લેવાનું પણ કહ્યું છે. અવારનવાર ભારતીય રેલવે દ્વારા આવા સ્ટંટને રોકવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget