સબ રજિસ્ટાર ઓફિસમાં મકાનના દસ્તાવેજ માટે પહોંચેલો યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટઅટેકથી મોત
હિંમતનગરમાં સબ રજિસ્ટાર ઓફિસમાં પરિક્ષિત પટેલના નામના યુવક અચાનક ઢળી પડ્યા, બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું
![સબ રજિસ્ટાર ઓફિસમાં મકાનના દસ્તાવેજ માટે પહોંચેલો યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટઅટેકથી મોત Death of a young man who reached Himmatnagar sub register office for building documents સબ રજિસ્ટાર ઓફિસમાં મકાનના દસ્તાવેજ માટે પહોંચેલો યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટઅટેકથી મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/1f72bf747ce5c42daa9f558cb17603c0169087439938981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હિંમતનગર: કોરોનાકાળ બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકથી મોતના કિસ્સા વધી રહયાં છે. હિમંતનગરની સબરજિસ્ટાર ઓફિસમાં યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોતની પુષ્ટી થઇ છે.
હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજીસ્ટાર કચેરીમાં પરીક્ષિત પટેલ નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો.35 વર્ષીય પરીક્ષિત પટેલે પોતાના નવા મકાનનો દસ્તાવેજ માટે સબ રજિસ્ટાર ઓફિસ પહોંચ્યો હતો.આ સમયે દસ્તાવેજના કામ કરતી વખતે તે કચેરીમાં જ અચાનક ઢળી પડ્યો હતો. હિંમતનગરના કાંકણોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં નવું મકાન ખરીદ્યું હતું. યુવક તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. બહુમાળી ભવનમાંથી 108 ને કોલ કરાયો હતો પરંતુ ટ્રાફિકને લઈને 108 સમયસર ન પહોંચતા તાત્કાલિક રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. આજે સવારે વતનમાં યુવકના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યાં છે.
આ પહેલા પણ રાજકોટ, સુરત સહિત અનેક વિસ્તારમાંથી અચાનક હાર્ટ અટેકથી મોતના કિસ્સા બની ચૂક્યાં છે. રાજકોટમાં ક્રિકટ રમતા રમતા યુવકનું મોત થયું હતું તો સુરતમાં યુવાવસ્થામાં હાર્ટ અટેકથી મોતના કેટલાક કિસ્સા બની ચૂક્યાં છે. ખાસ કરીને કોરોના બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહયાં છે. કોરોના બાદ વધતા જતાં હાર્ટ એટેકના કિસ્સાના કારણે એઇમ્સમાં પણ આ વિષય પર સંશોધન હાથ ધરવમાં આવ્યું છે. કોરોના હાર્ટ અટેક માટે કેવી રીતે જવાબદાર હોઇ શકે તે વિષય પર અભ્યાસ થઇ રહ્યો છે.
આ પણ વાંચો
Lok Sabha Election 2024: પલ્લવી પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ, જાણો કોણ છે આ મહિલા નેતા
Haryana Clash: શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ, 2નાં મોત, ઇન્ટરનેટ બંધ, ધારા 144 લાગૂ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)