Lok Sabha Elections 2024: CM કેજરીવાલે કરી જાહેરાત, દિલ્લીમાં AAP આ મહત્વના મુદ્દા પર લડશે ચૂંટણી
AAP વિપક્ષી એલાયન્સ ઇન્ડિયાનો ભાગ છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપનો સફાયો થઈ જશે. કેજરીવાલ દિલ્હી સર્વિસ એક્ટ પર બોલી રહ્યા હતા.
Lok Sabha Elections 2024: AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2024ની ચૂંટણી માટે પોતાનો એજન્ડા નક્કી કર્યો છે. તેમણે શુક્રવારે (18 ઓગસ્ટ) દિલ્હી વિધાનસભામાં જાહેરાત કરી હતી કે આગામી લોકસભા ચૂંટણી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે લડવામાં આવશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હીની તમામ બેઠકો ગુમાવશે.
દિલ્હી સર્વિસ એક્ટ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારે કાયદો બનાવીને દિલ્હીના લોકોના અધિકારો છીનવી લીધા, પરંતુ હું દિલ્હીની જનતાને આશ્વાસન આપું છું કે હું તમારો અધિકાર પાછો મેળવીશ, અમે કામ બંધ નહીં કરીએ. દિલ્હી કોઈ પણ સંજોગોમાં આપશું નહીં. તમને જણાવી દઈએ કે દિલ્હી સેવા બિલ તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલનો ભાજપ પર આકરા પ્રહારો
દિલ્હીના સીએમએ આરોપ લગાવ્યો કે, ભાજપે AAPના સારા કામ બંધ કરીને પાપકર્મ કર્યું છે. આજે દિલ્હીમાં ગરીબ લોકોના 18 લાખ બાળકો સારી શાળાઓમાં અભ્યાસ કરે છે, લોકોને મોહલ્લા ક્લિનિકમાં મફત સારવાર મળે છે, વીજળીનું બિલ શૂન્ય આવે છે. લોકો અમને આશીર્વાદ આપે છે. તો બીજી બાજુ ભાજપે પાપકર્મ કરતા લોકોની મફત સારવાર બંધ કરી, મફત વીજળી બંધ કરી. હવે પાપ કરશો તો પરિણામ ભોગવવા પડશે. તેઓ જીવનભર અહીં (વિપક્ષમાં) બેસી રહેશે, હવે આઠ છે, આગલી વખતે બે પણ નહીં રહે.
તેમણે કહ્યું કે, પીએમ મોદી દિલ્હીની જનતા અને તેમના પુત્રને હરાવવા માંગે છે. હું તેમને કહેવા માંગુ છું કે ન તો દિલ્હીના લોકો હારશે અને ન તો તેમનો પુત્ર હારશે, તેઓ સખત લડત આપશે. હું દિલ્હીની જનતાને કહેવા માંગુ છું કે હું તમારું કોઈ કામ અટકવા નહીં દઉં. ઝડપ થોડી ઘટશે. અમે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટમાં વિજયી થઈને પાછા આવીશું, પછી દિલ્હીમાં કામ ઝડપથી થશે.
"કચડી રહયાં છે લોકશાહી"
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પીએમ વિદેશમાં જઈને લોકશાહીની મોટી મોટી વાતો કરે છે અને અહીં આવીને તેને કચડી નાખવાનું કામ કરે છે. તેઓ દિલ્હીમાં જે મોડલ લાવ્યા છે તે સંઘી મોડલ છે જ્યાં સીએમની ઉપર અધિકારીઓ હશે. આ ચોથું પાસ મોડલ છે. હું દિલ્હીના લોકોને ક્યારેય ઝૂકવા નહીં દઉં.
ભાજપના નેતા વિશે મોટો દાવો કર્યો
AAP નેતાએ દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલા બીજેપીમાંથી કોઈ મારી પાસે આવ્યું હતું અને કહી રહ્યું હતું કે કાં તો તમે બીજેપીને સમર્થન આપો નહીં તો તમે તૂટી જશો. હું તેમને કહેવા માંગુ છું કે, એવો હજુ કોઇ જન્મ્યો નથી કે જે દિલ્હીના લોકોને અને કેજરીવાલને ઝુકાવી શકે.