શોધખોળ કરો
Advertisement
Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ
Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મળતી વિગતો પ્રમાણે, અમરેલીના કંથારીયા ગામે વાડી વિસ્તારમાં સિંહણે બાળકીને ફાડી ખાધી છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાઓના હુમલાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ ફેલાયો હતો. વાડી વિસ્તારમાં બાળકી માતા સાથે ખેતી કામ કર્યા બાદ ઘરે પરત આવી રહી હતી. ત્યારે બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણ બાળકીને લઈ દૂર ભાગી હતી. જેથી ખાલસા કથારીયા સહિત આસપાસ ગ્રામજનો મોટી સંખ્યામા દોડી આવ્યા હતા અને ધારાસભ્ય હીરા સોલંકીને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ગુજરાત
Junagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલો
Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita
Gujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેર
Bhupendrasinh Zala :વેચાણ ન કર્યું પણ બનાવી નાંખ્યા પાંચ બિલ, જુઓ મહાઠગના કાંડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion