Mann Ki Baat: ડિજિટલ અરેસ્ટ ચિંતાનો વિષય, PM મોદીએ તેનાથી બચવાના બતાવ્યાં ત્રણ રસ્તા
Mann Ki Baat: PM મોદીએ આજે 115મા 'મન કી બાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનો 115મો એપિસોડ છે. PM મોદીએ કહ્યું કે ભારતમાં દરેક યુગમાં નવો પડકાર આવ્યો છે, પરંતુ આપણે તેને પાર કર્યો છે.
Mann Ki Baat: PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનો 115મો એપિસોડ છે. પીએમે મોદીએ તેમના સંબોધનમાં ડિજિટલ અરેસ્ટનો ઉલ્લેખ કર્યો. PM મોદીએ જણાવ્યું કે કેવી રીતે ડિજિટલ અરેસ્ટ ડ હેઠળ છેતરપિંડી કરવામાં આવી રહી છે અને લોકોની મહેનતની કમાણી લૂંટવામાં આવી રહી છે. આ સાથે PM મોદીએ દિવાળી પર માત્ર મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનો ખરીદવાની સલાહ આપી.
PM મોદીએ આજે 115મા 'મન કી બાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનો 115મો એપિસોડ છે. PM મોદીએ કહ્યું કે ભારતમાં દરેક યુગમાં નવો પડકાર આવ્યો છે, પરંતુ આપણે તેને પાર કર્યો છે. આ સાથે પીએમે ક્રાંતિકારી બિરસા મુંડાને યાદ કર્યા હતા.
બિરસા મુંડાને યાદ કર્યા
PMએ કહ્યું કે તેમને બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત લેવાની તક મળી. તેમણે કહ્યું કે બિરસા મુંડાની જન્મજયંતિ માટે લોકોએ પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. આ માટે તેણે મેઈલ કરવાની પણ અપીલ કરી હતી.
ડિજિટલ ધરપકડ ચિંતાનો વિષય છે
પીએમે તેમના સંબોધનમાં ડિજિટલ અરેસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ જણાવ્યું કે, કેવી રીતે ડિજિટલ અરેસ્ટ હેઠળ છેતરપિંડી કરવામાં આવી રહી છે અને લોકોની મહેનતની કમાણી લૂંટવામાં આવી રહી છે. પીએમે કહ્યું કે આ લોકો ફોન પર એવું વાતાવરણ બનાવે છે કે તમે ડરી જાઓ. આ લોકો કહે છે કે આ કરો નહીંતર તમારી અરેસ્ટ કરવામાં આવશે, પરંતુ આ બધું જ માત્ર એક ફ્રોડ છે.
PM મોદીએ ડિજિટલ અરેસ્ટથી બચવાના બતાવ્યાં ત્રણ રસ્તા
- પ્રથમ સ્ટેપ છે રોકાવા , વિચારો અને એક્સન લો
- જ્યારે પણ કોઇ ફોન કરે તો કોઇ પણ રિએકશન આપ્યાં વિના જરા થોભો, અહીં થોડું રોકાવું જોઇએ.
- બીજો સ્ટેપ છે વિચારો, કોઇ પણ સરકારી એજન્સી ફોન પર પૂછપરછ નથી કરતી અને ધમકી પણ નથી આપતી. તેમજ અરેસ્ટ કરવાની વાત નથી કરતી, આ બધું જ આપને વિચારવું જોઇએ.
- ત્રીજો સ્ટેપ છે –એકશન લો રાષ્ટ્રિય સાઇબર હેલ્પલાઇન 1930 પર વાત કરો. આ રીતે ફ્રોડનો શિકાર થતાં બચવા માટે એક્શન લો.