કૃષિ આંદોલન મુદ્દે સરકારનો સંસદમાં જવાબ, “એક પણ ખેડૂતનું આંદોલનમાં મોત થયાનો રેકોર્ડ નથી”
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતો કે, મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનમાં કોઈ ખેડૂતના મૃત્યુનો રેકોર્ડ નથી
નવી દિલ્હી:કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતો કે, મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનમાં કોઈ ખેડૂતના મૃત્યુનો રેકોર્ડ નથી. આની સ્થિતિમાં મૃતક ખેડૂતોના પરિજનને આર્થિક સહાય આપવાનો કોઇ સવાલ જ ઉભો નથી થતો
કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલનમાં એકપણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત કહી હતી. તોમરે કહ્યું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનને કારણે કોઈ ખેડૂતના મોતનો રેકોર્ડ નથી. આવી સ્થિતિમાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતરનો કોઈ પ્રશ્ન જ નથી..
વાસ્તવમાં, સરકારને લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે, “શું સરકાર પાસે આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા છે તેનો કોઇ ડેટા છે. અને શું સરકાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા મૃતકના પરિજનને આર્થિક સહાય આપશે? જો હાં, તો સરકાર તેની વિસ્તૃત જાણકારી આપી અને ના તો તેના કારણો જણાવે” લોકસભામાં પૂછવામાં આવેલા આ સવાલના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રી આ પ્રકારનો જવાબ આપ્યો છે.
શું સરકારે વાતચીત માટે કોઇ પગલા લીધા છે?
આ સિવાય સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું સરકારે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાટાઘાટો કરવા માટે કોઈ પગલાં ભર્યા છે. જો નહીં, તો તેનું કારણ શું છે
સરકારથી વિપરિત ખેડૂતનો દાવો
સરકારે ભલે કૃષિ આંદોલન દરમિયાન એક પણ ખેડૂતનું મોત ન થયું હોવાનો દાવો કર્યો હોય, પરંતુ ખેડૂત સંગઠનોનો દાવો છે કે છેલ્લા એક વર્ષથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન દરમિયાન જ લગભગ 700 ખેડૂતોના મોત થયા છે. જેના પગલે ખેડૂત સંગઠન મૃતક ખેડૂતના પરિજનને આર્થિક સહાય આપવાની માંગણી કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે કૃષિ બિલ સરકાર દ્વારા પરત ખેંચાયા બાદ વિપક્ષ સતત કેન્દ્ર પર નિશાન સાધી રહી છે અને આ મુદ્દે અનેક સવાલો ઉપસ્થિતિ થઇ રહ્યાં છે.