Watch : પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલેનું છલકાયું દર્દ, અફસોસ, હું સમયસર તેને ન ઓળખી...
આજે સ્નેહ મિલનના સ્ટેજ પર ભાજપના નેતા નરેશ પટેલે વ્યથા ઠાલવતા કેટલાક સ્ફોટક નિવેદન કર્યાં હતા.
![Watch : પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલેનું છલકાયું દર્દ, અફસોસ, હું સમયસર તેને ન ઓળખી... Former cabinet minister Naresh Patel made an explosive statement for BJP workers Watch : પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલેનું છલકાયું દર્દ, અફસોસ, હું સમયસર તેને ન ઓળખી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/e7e9eeb6b92ca74b371953204fcc7c4d170211265205081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવસારી: પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે આજે સ્નેહ મિલન દરમિયાન પોતાની પાર્ટીના કાર્યકરો પર નારાજગી વ્યકત કરતા દુ:ખ વ્યક્ત કર્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહ મિલનના સ્ટેજ પર વ્યથા ઠાલવતા પાર્ટીના જ કાર્યકરો પર વરસી પડ્યાં હતા. વાંસદા બેઠક કબજે ન થતા નરેશ પટેલે સ્નેહ મિલનના સ્ટેજ પર બળાપો ઠાલવ્યો હતો. વર્તમાન ગણદેવી બેઠકના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાણાં મંત્રી સાંસદ ની હાજરી માંજ સ્ટેજ ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી. કોંગ્રેસ ને આડેહાથ લેવાનો પ્રયાસ કરતા તેઓ પોતાના જ પાર્ટીના કાર્યકરો ઉપર વરસી પડ્યા હતા.
સ્ટેજ પર વ્યથા ઠાલવતા નરેશ પટેલે શું કહ્યું?
સ્નેહ મિલનના સ્ટેજ પર વ્યથા ઠાલવતા પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, “કોંગ્રેસ નો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”લોકસભા ચુંટણીની તૈયારી વચ્ચે ધારાસભ્ય નરેશ પટેલે કેટલાક સૂચક પણ સ્ફોટક નિવેદન કરતા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગઇ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)