Gandhinagar: સચિવાલયમાં ફોટો કોપી મશીનના ઓપરેટરે પાડ્યો ખેલ, નોકરીની લાલચ આપી 27 લોકો પાસેથી પડાવ્યા 1.54 કરોડ
Gandhinagar: આરોપી શૈલેષ ઠાકોર GSPCના અધિકારી અને દિલ્હીના IAS અધિકારીનું નામ આપી છેતરપિંડી આચરતો હતો
Gandhinagar: ગાંધીનગર સચિવાલયમાં ફોટો કોપી મશીનના ઓપરેટરે સરકારી નોકરીની લાલચ આપીને 27 લોકો સાથે 1.54 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગર સચિવાલયમાં ફોટો કોપી મશીનના ઓપરેટર શૈલેષ ઠાકોરે નોકરીની લાલચ આપી 27 લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. રૂપિયા લીધાના દોઢ વર્ષ સુધી નોકરી કે એપોઈન્ટમેન્ટ લેટર નહીં મળતા આ મામલે સેકટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી શૈલેષ ઠાકોર GSPCના અધિકારી અને દિલ્હીના IAS અધિકારીનું નામ આપી છેતરપિંડી આચરતો હતો. જેથી ચાંદખેડામાં રહેતા અને અને ઝેરોક્ષ મશીનનું મેઇન્ટેનન્સનું કામ કરનાર અમિત ભાવસારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે શૈલેષ ઠકોરે અમિત ભાવસારના ઓળખીતા 27 લોકો સાથે છેતરપિંડી આચરી હતી. શૈલેષ વર્ગ 3ની નોકરી અપાવવા પાંચ રૂપિયા લેતો હતો. ડ્રાઇવરની નોકરી માટે ચાર લાખ અને પટ્ટાવાળાની નોકરી માટે લોકો પાસેથી બે લાખ રૂપિયા ઉઘરાવતો હતો. પરંતુ શૈલેષે એક પણ વ્યક્તિને નોકરી અપાવી નહોતી. આ અંગે જ્યારે તેને પૂછવામાં આવતું ત્યારે તે ગોળ ગોળ જવાબો આપી થોડો સમય માંગતો હતો. દોઢ વર્ષ સુધી કોઈ વ્યક્તિને નોકરી ના મળતા અમિતભાઈએ શૈલેષ વિરુદ્ધ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે 27 લોકો સાથે 1.54 કરોડથી વધુની છેતરપિંડી કરનાર શૈલેષ ઠાકોર હાલ ફરાર છે.
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અમૂક નિયમોને આધીન દારૂની છૂટછાટ આપી છે, હવે આનું રિએક્શન ગિફ્ટ સિટીની પ્રૉપર્ટીમાં વધારા સાથે આવી રહ્યું છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, દારૂની છૂટછાટના સમાચારોની વચ્ચે ત્યાં પ્રૉપર્ટીના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.
ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટી એરિયામાં રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા જ દારૂની છૂટછાટ આપી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે, એટલું જ નહીં પ્રોપર્ટીની ઇન્કવાયારીમાં પણ 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો કર્યો છે, તેમને કહ્યું કે, દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટીમાં CBD એરિયા પૂરતી જ છે, ગિફ્ટ સિટીના વિસ્તરણ માટે વાઈન એન્ડ ડાઈનની નથી, ફેઝ 2ના નિયમોમાં સરકારે પૂનઃ વિચારણાની જરૂર છે. ફેઝ 2માં સરકારે 7 માળની જ મંજૂરી આપી છે. ફેઝ 2માં FSI પણ ઓછી રાખી છે, કપાત અંગે પણ નક્કી કર્યું નથી. આ ત્રણ નિયમોના કારણે બિલ્ડર, ખેડૂત અને ગ્રાહક ત્રણેયને નુકશાન થશે. દારૂની છૂટનો નિર્ણય આવકાર્ય છે, નાની મોટી અડચણો દૂર થશે.