![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
AAP નેતા વિજય સુવાળા આવતીકાલે ભાજપમાં જોડાશે, કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે
આમ આદમી પાર્ટી છોડનારા વિજય સુવાળા આવતીકાલે ભાજપમાં જોડાશે. વિજય સુવાળા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાશે.
![AAP નેતા વિજય સુવાળા આવતીકાલે ભાજપમાં જોડાશે, કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે AAP leader Vijay Suvala will join BJP tomorrow AAP નેતા વિજય સુવાળા આવતીકાલે ભાજપમાં જોડાશે, કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/16/c42defe325e057c05600a4233682e344_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આમ આદમી પાર્ટી છોડનારા વિજય સુવાળા આવતીકાલે ભાજપમાં જોડાશે. મળતી જાણકારી અનુસાર આપના નેતા વિજય સુવાળાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. વિજય આવતીકાલે બપોરે 12 વાગ્યે ભાજપમાં જોડાશે. વિજય સુવાળા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાશે.
વિજય સુવાળાની સાથે ઉત્તર ગુજરાતના અન્ય 15 જેટલા આગેવાનો પણ ભાજપમાં જોડાશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા વિજય સુવાળાએ જેવી પાર્ટી છોડવાની જાહેરાત કરી ત્યારે તેમને મનાવવા માટે આપ નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા. બંને વચ્ચે 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી. પરંતુ ઇશુદાન ગઢવીને તેમાં કોઇ સફળતા મળી નહોતી અને વિજય સુવાળાએ પાર્ટી છોડવાનું નક્કી કર્યું હોવાની વાત કરી હતી.
આ અગાઉ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, મારા વ્યવસાયના કારણે હું આમ આદમી પાર્ટીને સમય આપી શકતો ન હતો. આપે મને ઘણું આપ્યું છે, પરંતુ હવે રાજીખુશીથી પક્ષ છોડુ છું.
IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર
ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?
શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ
Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર
જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)