શોધખોળ કરો

Adani Energy: અદાણી ગ્રીન એનર્જીએ ખાવડાના રિન્યૂએબલ એનર્જી પાર્કમાંથી કર્યુ 1,000 મેગાવોટનું વીજ ઉત્પાદન, જાણો

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા ખાતે કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1,000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે

અમદાવાદ, ૧૧ માર્ચ ૨૦૨૪: ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં આગળ વધી રહી છે.

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા ખાતે કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1,000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે. જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મૉડ્યૂલ ઇન્સ્ટૉલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી ગતિવિધી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Adani Energy: અદાણી ગ્રીન એનર્જીએ ખાવડાના રિન્યૂએબલ એનર્જી પાર્કમાંથી કર્યુ 1,000 મેગાવોટનું વીજ ઉત્પાદન, જાણો

ખાવડામાં સ્થાપવામાં આવેલો બાઇ-ફેસિયલ સોલાર મૉડ્યૂલ -  
દુનિયાનો સૌથી વિશાળ 30 GWની ક્ષમતાનો રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટ કચ્છના ખાવડાની ૫૩૮ ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200 થી વધુ હરીત રોજગારનું સર્જન કરશે.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(ANIL)ની તકનીકી નિપુણતા અને અદાણી ઇન્ફ્રાની પ્રકલ્પના સુચારુ અમલવારીની શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઇનનો લાભ ઉઠાવીને જેસલમેર ખાતે વિશ્વનું સૌથી મોટું અને ભારતનું સર્વ પ્રથમ પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરનું નિર્માણ અને તેનું સફળ સંચાલન કરવાની પ્રતિકૃતિ કરવા અદાણી ગ્રીન એનર્જી સજ્જ છે.

ખાવડા ખાતે ટકાઉ અયામોને એકીકૃત કરવા માટે અભિનવ ઉકેલો તૈનાત કરવામાં આવી રહ્યા છે. કંપનીએ ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા અને વેરાન કચ્છ પ્રદેશમાં પાણીના સંચયમાં મદદ કરવાના ધ્યેય સાથે  સોલાર પેનલ ઉપર ધૂળના જમાવડાના પ્રશ્નના નિરાકરણ માટે સમગ્ર સૌર ક્ષમતા માટે પાણી રહિત સફાઈ કરવા માટે રોબોટ્સ તૈનાત કરવા સંકલ્પબધ્ધ છે. જે અદાણી ગ્રીન એનર્જી લિ.ના જળ તટસ્થતાના લક્ષ્યોને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક 6 સાથે તાલ મિલાવવા સક્ષમ બનાવશે

કંપનીના ટકાઉ પ્રગતિ અને ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને આ સરહદી પ્રદેશમાં સામાજિક અને કુદરતી સંપત્તિને વધારવાના અટલ સંકલ્પનો ખાવડા ખાતેનો આ પ્રકલ્પ પુરાવો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget