શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપે સુરત પછી જામનગરમાં પણ મહિલા ઉમેદવારને બદલ્યાં ? જાણો શું છે કારણ ?
આ પહેલાં સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપે જાહેર કરેલા 119 ઉમેદવારોમાંથી ભાજપે બે ઉમેદવાર બદલી નાંખ્યા છે.
ગાંધીનગરઃ ભાજપે છ મહાનગરપાલિકાની ચૂંટણ માટેના ઉમેદવારોની જાહેરાત પછી સુરતમાં બે ઉમેદવારોને બદલવાની ફરજ પડી હતી. હવે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 2માં પણ ભાજપે ઉમેદવાર બદલીને દિશાબેન ભારાઈને બદલે કૃપાબેન ભારાઈને ટીકીટ આપી છે. દિશાબેન ભારાઈના કિસ્સામાં પણ જાહેર થયેલ ઉમેદવારની ઉમર 60 વર્ષ કરતાં વધારે હોવાથી ઉમેદવાર બદલાયાં છે.
આ પહેલાં સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપે જાહેર કરેલા 119 ઉમેદવારોમાંથી ભાજપે બે ઉમેદવાર બદલી નાંખ્યા છે. ભાજપે ગુરૂવારે સાંજે જે યાદી જાહેર કરી હતી તેમાં વોર્ડ નંબર 6 અને વોર્ડ નબંર 14ના ઉમેદવારોમાંથી એક-એક ઉમેદવારની વય 60 વર્ષ કરતાં વદારે હોવાથી બંને ઉમેદવારને બદલાયા છે.
ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે કરેલી 60 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે ત્યારે બંનેની વય વધારે હોવાથી આ ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બદલવામાં આવ્યા છે.
સુરતમાં વોર્ડ નંબર 6 કતારગામમાં અનિતા યશોધર દેસાઈને રીપીટ કરાયાં હતાં પણ તેમની ઉંમર 60 વર્ષને ત્રણ માસ હોવાથી તેમને બદલાયાં છે. આ ઉપરાંત વોર્ડ નંબર 14માં લક્ષમણ બેલડિયાનું નામ જાહેર કરવામા આવ્યું હતું પણ તેમની ઉંમર પણ 60 વર્ષ કરતાં વધુ હતી. આ અંગે વિવાદ થતાં ભાજપે અનિતા દેસાઈની જગ્યાએ સોનલ દેસાઈ અને લક્ષ્મણ બેલડિયાની જગ્યાએ માજી કોર્પોરેટર નરેશ ધામેલિયાને ઉમેદવાર બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement