શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલા વિધિવત રીતે ભાજપમાં જોડાયા, વાઘાણીએ પહેરાવ્યો કેસરીયો ખેસ
કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેસરીયો ખેસ પહેરાવ્યો હતો
ગાંધીનગરઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર, પોતાના રાજકીય સાથીદાર ધવલસિંહ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બન્ને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.
કોંગ્રેસના બન્ને પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, અહીં જીતુ વાઘાણીએ બન્નેને કેસરીયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાવવાના હોવાથી કમલમ ખાતે પહેલાથી જ અલ્પેશ ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બાદમાં અલ્પેશ ઠાકોર આવતા સમર્થકોએ તેમને ઉંચકીને ઉજવણી શરૂ કરી દીધી હતી.
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, હું ભાજપમાં સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા તૈયાર છુ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશને યોગ્ય રીતે ચલાવી રહ્યાં છે, વિકાસ થઇ રહ્યો છે. વળી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, કહ્યું કે કોંગ્રેસમાં લોકહિત માટે રાજનીતિ થતી નથી. ભાજપમાં સામાન્ય લોકોનું પણ સાંભળવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વાર્થની રાજનીતિ થાય છે. કોંગ્રેસની નબળાઈને બધા જાણે છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોઈ બાળકને સ્કૂલમાં સારું ભણાવવામાં આવતા ના હોય તો તેની સ્કૂલ બદલવામાં આવે છે. બસ આ રીતે જ હું ભાજપમાં આવ્યો છું. ભાજપ એક ગુરૂકુળ છે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાને ભાજપમાં જોડાવવા માટે ભાજપના મોટા મોટા નેતાઓએ અલ્પેશ ઠાકોર સાથે બેઠક કરી હતી, ભાજપના નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ રાજ્યસભ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), લવિંગજી ઠાકોર (સામાજિક આગેવાન) અને રાજુ ઠાકોર (એએમસી દંડક) સહિતના નેતાઓએ અલ્પેશના ઘરે જઇને બેઠક કરી હતી.
જો કે ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું નહીં કરે. જેને કારણે અલ્પેશે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પડશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે.આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે.
ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement