શોધખોળ કરો
Advertisement
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા અમિત ચાવડા, પરેશ ધાનાણીની અટકાયત, જાણો વિગત
કિસાન અધિકાર દિવસ તરીકે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 50 દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન કૃષિ કાયદાના વિરોધ માટે કોંગ્રેસ પણ આક્રમક મુડમાં આવી છે. ગાંધીનગરમાં કોંગ્રેસે રાજભવનનો ઘેરાવ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે કોંગ્રેસના નેતાઓ આમ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિત અનેક નેતા, કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
કિસાન અધિકાર દિવસ તરીકે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા. પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું, ગરીબ અને ખેડૂતોના રક્ષણ માટે ભાવિ વડાપ્રધાન રાહુલ ગાંધીએ આગેવાની લીધી છે.
ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓ કરતાં રાવણને સારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, રાવણે સીતા માતાનું અપહરણ કર્યુ હતું. આ રાવણો ઘરે ઘરે લોકોને હેરાન કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion