શોધખોળ કરો
Advertisement
370 સભ્યોએ સમર્થન આપી કલમ 370 દૂર કરીઃ રૂપાણી; ગુજરાત હંમેશા નવો ઈતિહાસ સર્જતું આવ્યું છેઃ વાઘાણી
જેમાં બિલના સમર્થનમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયની ગાંધીનગરમાં કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કર્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર પુનઃગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જે સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. જેમાં બિલના સમર્થનમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયની ગાંધીનગરમાં કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, “370થી વધુ સભ્યોએ લોકસભામાં બિલને સમર્થન આપી પાસ કર્યું છે. 370મી કલમ દૂર થઈ છે. આજનો દિવસ ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજકીય ઈચ્છાશક્તિનું આ પરિણામ છે. સરકારે હિંમતભર્યો નિર્ણય લીધો છે. સરદાર પટેલે મક્કમતાથી દેશનું એકીકરણ કર્યું હતું. કાશ્મીરનો મુદ્દો જવાહરલાલ નેહરુએ સંભાળ્યો હતો, 70 વર્ષ પહેલા કરેલી ભૂલ આજે સુધારી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોકટર શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર કરી સાચી શ્રદ્ધાંજલિ આપી છે. માત્ર પોતાનું અને પોતાના પરિવારનું વિચારનાર દેશ હિતને બાજુએ મુકનારી કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસનો મોટાભાગના નિર્ણયો સામે વિરોધ હોય છે.”
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું, “આજનો દિવસ એક નવો ઇતિહાસ છે. આઝાદી પછીની આઝાદીની અનુભૂતિ માત્ર કાશ્મીર જ નહિ સમગ્ર ભારત કરી રહ્યું છે. સાચા અર્થમાં કાશ્મીર આઝાદ થયું છે. ગુજરાત હંમેશા નવો ઇતિહાસ સર્જતું આવ્યું છે. તમામના ચહેરા ઉપર ઉત્સાહ દેખાય રહ્યો છે. આજ થી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવણી થશે. ગામમાં પણ લોકોત્સવ ઉજવાઈ રહ્યો છે.”
લોકસભામાં પાસ થયું જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ, જાણો સમર્થનમાં કેટલા વોટ પડયા
પતિ સાથે માલદીવમાં હનીમૂન માણી રહી છે નુસરત જહાં, તસવીરોમાં જુઓ બોલ્ડ અંદાજ
ગુજરાતની જાણીતી ગાયિકાને કૃષ્ણ-રાધાને લઈ આ શબ્દ વાપરવો પડ્યો મોંઘો, લેવું પડ્યું પોલીસ શરણ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement