(Source: Poll of Polls)
Gujarat Politics: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની નો રિપિટ થીયરી, સી.આર.પાટિલે કરી જાહેરાત
કોર્પોરેટર તરીકે અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે, જેના કારણે નવા કોર્પોરેટરોને તક મળવાની વધુ શક્યતા છે.
Gujarat Politics: ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરાયો છે. નો રીપિટ ની પદ્ધતિ અપનાવવામાં આવી છે. જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ થશે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.
આ ઉપરાંત સી.આર.પાટિલે કહ્યું, 1500 જેટલા પદો માટે જવાબદારી સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભરતીની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીના મોટા માથા પાર્ટી છોડતા હવે પક્ષમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રભારી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકને રાજીનામું લખીને મોકલી આપ્યું છે. અર્જુન રાઠવાના રાજીનામા બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. પ્રાપ્ત વિગતો પ્રમાણે આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈસુદાન ગઢવી અને ડો. સંદિપ પાઠકને લખેલા રાજીનામા પત્રમાં કહ્યું છે કે, હું મારી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકેની જવાબદારીમાંથી તેમજ સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. તેમણે અચાનક રાજીનામું શા માટે આપ્યું તે પાછળનું કોઈ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચોઃ