શોધખોળ કરો
Advertisement
સારા વરસાદથી રાજ્યમાં કેટલા તળાવો-ચેકડેમ છલકાઈ ગયા ? જાણો વિગતે
મુખ્યમંત્રી રૂપાણી કહ્યું કે, ચાલુ વર્ષે મેઘ મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાનના કારણે રાજ્યનાં 9700 વરસાદી તળાવો અને 4600 ચેકડેમો સંપૂર્ણપણે ભરાયાં છે. ભૂગર્ભ જળ સપાટીમા 5 થી 7 ફૂટ નો વધારો થયો છે.
ગાંધીનગર: પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીનો જળસંચય વધુને વધુ થાય અને તેનો લાભ ખેડૂતો અને નાગરિકો લઈ શકે તેવા આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે. જનભાગીદારી પ્રેરિત આ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં 23,553 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
મુખ્યમંત્રી રૂપાણી કહ્યું કે, ચાલુ વર્ષે મેઘ મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડ્યો છે ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. આ અભિયાનના કારણે રાજ્યનાં 9700 વરસાદી તળાવો અને 4600 ચેકડેમો સંપૂર્ણપણે ભરાયાં છે. ભૂગર્ભ જળ સપાટીમા 5 થી 7 ફૂટ નો વધારો થયો છે.
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થઈ શકે છે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
ટ્રાફિકના નવા નિયમોને લઈને વિવાદ, મધ્ય પ્રદેશ-રાજસ્થાન અને પંશ્ચિમ બંગાળે લાગુ કરવાનો કર્યો ઇનકાર
રાજ્યમાં 33 જિલ્લાઓમાં 12.279 તળાવો ઊંડા કરાયા. જળ સંગ્રહ માટેનાં 30416 કામો પૂર્ણ કરાયા છે. 100 લાખ લોકોની રોજગારી ઊભી થઈ સાથે 14 હજાર થી વધુ ગામોમાં કૂવાઓનાં પાણીનાં તળ ઉંચા આવ્યાં છે. આગામી વર્ષોમાં પણ જળ સંગ્રહ અભિયાન ચાલુ રખાશે. ઉલ્લેખીય છે કે નીતિ આયોગે જાહેર કરેલ કમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈંડેક્ષમા સતત ત્રીજા વર્ષે ગુજરાત પ્રથમ નંબરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion