શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gandhinagar: તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો માટે કોંગ્રેસે કરી નિરીક્ષકોની નિમણૂક, જાણો કોનો કોનો કરાયો સમાવેશ

ગારિયાધાર માટે પ્રતાપ દુધાત અને લલિત કગથરા, બગસરા માટે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મરની નિમણૂક કરવામાં આવી છે.

Gujarat Congress: તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા  નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લખપત , અબડાસા તાલુકાના પંચાયત માટે ઇમરાન ખેડવાળા અને ગ્યાસુદ્દીન શેખ, જસદણ , વીંછિયા માટે પૂંજા ભાઈ વંશ અને લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત ગારિયાધાર માટે પ્રતાપ દુધાત અને લલિત કગથરા, બગસરા માટે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર, સતલાસણા માટે સી જે ચાવડા, આંકલાવ માટે અમિત ચાવડા, માળિયા માટે જાવેદ પીરજાદા, કંજરી માટે બિમલ શાહ, સોનગઢ માટે કિશન પટેલ તેમજ ધર્મેશ પટેલની નિમણૂક  કરવામાં આવી છે. આ સિવાય સિદ્ધપુર, સરસ્વતી માટે અલકા ક્ષત્રિય અને મુકેશ ચૌધરી, ભાણવડ માટે હીરાભાઈ જોટવા અને રામદેવ મોઢવાડિયા, ધંધુકા માટે હિમંત કટારીયા અને બળદેવ લૂણી, કલોલ માટે બળદેવ ઠાકોર અને ડો.જીતુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

મંગળવારે ગુજરાતમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવવાની જાહેરાત કરતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, હવેથી પાલિકા-પંચાયતોમાં હોદ્દો ભોગવ્યો હોય તેમને ફરીથી તક નહીં મળે.તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત 1500 જેટલા સભ્યો જેમણે જવાબદારી સોપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, પક્ષમાં કાર્યકર્તાઓને પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે અને તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં, દરેક બેઠક માટે ત્રણ નીરિક્ષકોને મોકલવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ કરાયો હતો. દરેક જિલ્લામાં જઇને તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ-મહામંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્યોને સાંભળ્યા હતા અને તેમના દ્વારા સૂચવવામાં આવેલા નામને અલગ અલગ તારીખે સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, ભાજપની પરંપરા રહી છે કે લગભગ 4 પદ છે, એ ચાર પદમાં મેયર,ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટી, જિલ્લાના પ્રમુખ-ઉપ પ્રમુખ કારોબારીમાં નો-રિપીટેશનમાં લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે વધુમાં વધુ નવા લોકોને પણ તક મળશે. ભાજપ કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠક જીત્યું છે જેને કારણે નવા લોકોને તક મળવી જોઇએ અને તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ થાય તેના માટે નિર્ણય કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: વીજ ચોરીને લઈને PGVCLની ટીમ એક્શનમાં, પાંચ દિવસમાં 5 કરોડથી વધુની ઝડપી ચોરી| Abp AsmitaSurat Accident:ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાબકી ખીણમાં, 17 મુસાફરો ઈજાગ્રસ્તBharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?Pakistan Violence: ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Embed widget