શોધખોળ કરો
Advertisement
ખેડૂતોના દેવામાફી અંગે કોગ્રેસે રજૂ કર્યું ખાનગી બિલ, ભાજપે બહુમતિના જોરે ફગાવ્યું
કોગ્રેસે ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. કોગ્રેસના હર્ષદ રિબડીયાએ રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યોને ગામડામાં વિરોધ કરવો પડશે.
ગાંધીનગર: કોગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્ધારા વિધાનસભામાં લાવવામાં આવેલું ખેડૂત દેવામાફી અંગેનું ખાનગી બિલ ફગાવી દેવામા આવ્યું છે. બિલ પર મતદાન થાય તે અગાઉ જ બહુમતીના જોરે આ બિલ ફગાવી દેવાયુ હતું. બિલ પર વિધાનસભામાં 39 મિનિટ ચર્ચા કરવામાં આવી હતી. કોગ્રેસે ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. કોગ્રેસના હર્ષદ રિબડીયાએ રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યોને ગામડામાં વિરોધ કરવો પડશે. ચર્ચા દરમિયાન વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી. નીતિન પટેલેએ કરેલા ઉલ્લેખ સામે ધાનાણીએ વાંધો ઉઠાવ્યો હતો. કૉંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો.
કોગ્રેસે ખેડૂતોની આત્મહત્યા, આર્થિક સ્થિતિ, પાક નુકસાની, વીમા વળતરમાં મુશ્કેલી સહિતના મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે સરકારે ભૂતકાળની કોગ્રેસ સરકારમા ખેડૂતોની સ્થિતિ, વર્તમાન ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતોના કલ્યાણ માટેની યોજનાઓ વર્ણવી હતી.
બિલ રજૂ કરતા હર્ષદ રિબડીયાએ કહ્યું હતું કે, 58 લાખ જેટલા ખેડૂત પરિવાર 68 લાખ ખેત મજૂર પરિવાર ના જીવનને આ બિલ સીધી અસર કરે છે. આપણા સૌની સામાજિક રાજકીય ફરજ બને છે. રાજ્યના ખેડૂતો માથે 83 હજાર કરોડનું દેવું છે. અન્નદાતા દેવાના ડુંગર નીચે દબાઇ ગયો છે. ખેડૂતની આવક બમણી કરવાની વાત છે પણ સિંચાઇ વગર ખેતી શક્ય છે ? 20 વર્ષમાં સરકારે કેટલા ડેમ બાંધ્યા ? નહેરો બાંધી ?
47.79 લાખ હેકટર માં સિંચાઇ આપવાની શક્યતા છે પણ તેમાં માત્ર 30.20 લાખ હેકટરમાં જ સિંચાઈ આપી શક્યા છે. ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળતાં નથી. માત્ર 25 ટકા ખેડૂતોના ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થઈ શકી છે. કૃષિ ઉત્પાદન ખર્ચ મોંઘો થઈ રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ભારે ટેક્સ લાદવામાં આવ્યા છે. નવ નવ રાજ્યોમાં દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહિ ?
જેનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓની પીન ચોંટી ગઈ છે.જાહેર જીવનના વ્યક્તિ છે ત્યારે ધિરાણ અને દેવું એ બંને વચ્ચેનો ફરક સમજવો જોઈએ. મોટા ઉદ્યોગ ગૃહ થી માંડી દેશ વિદેશની સરકાર લોન લેતા હોય છે. ધિરાણ લીધા પછી કદાચ કોઈ કારણસર પાછા ના ભરે એને દેવું કહેવાય. 14 - 15 માં જે ખેડૂતોએ ધિરાણ લીધું એમાંથી 89 ટકા જમાં કરાવી દીધું છે. વર્ષ 18 - 19 માં જે ધિરાણ લીધું હતું તેમાંથી 95.70 ટકા લોન ચૂકવી દીધી છે. આવા નિષ્ઠાવાન, પ્રામાણિક ખેડૂતોને દેવાદાર ન કહી શકાય. મોટાભાગના ખેડૂતો એ મેળવેલા ધિરાણ સામે 89 ટકા થી 95.70 ટકા લોન પરત ચુકવણી કરી દીધી છે. તમે નિષ્ફળ લોકો છો, શું કામ આવા ખોટા મુદ્દા ઊભા કરો છો ? સાચા ખેડૂત આગેવાનો અમારી પાસે છે. નીતિન પટેલે ખેડૂત વિરોધી પાપી કોંગ્રેસ સરકારનો ઉલ્લેખ કરતા ગૃહમાં હોબાળો થઇ ગયો હતો. જેની સામે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, અમે ખેડૂતોના હત્યારા નથી. કોંગ્રેસના નેતાઓને પાપી , શોષણ ખોર કહેવું એ બિન સંસદીય છે.નિતિન પટેલે કરેલા ઉલ્લેખ સામે પરેશ ધાનાણીએ વાંધો ઉઠાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement